Skip to main content
Settings Settings for Dark

માણા ગામની ઓળખ બદલાઈ, દેશનું છેલ્લું નહીં પણ હવે પ્રથમ ગામ બની ગયું

Live TV

X
  • બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન દ્વારા પ્રથમ ગામનું સાઈનબોર્ડ લગાવાયું

    બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન(BRO) તરફથી સરહદે આવેલું ગામ માણાના પ્રવેશદ્વાર પર દેશના છેલ્લા ગામની જગ્યાએ પ્રથમ ગામનું સાઈન બોર્ડ લગાવી દેવાયું છે. સીએમ પુષ્કર સિંહ ધામીએ કહ્યું કે 21  ઓક્ટોબર 2022ના રોજ માણામાં આયોજિત કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ માણાને ભારતના છેલ્લા ગામની જગ્યાએ દેશનું પ્રથમ ગામ કહ્યું હતું. 

    પુષ્કર સિંહ ધામી કહ્યું કે પ્રધાનમંત્રીના નેતૃત્વમાં દેશના સરહદી ક્ષેત્રો આજે વાસ્તવમાં વધારે જીવંત બની રહ્યા છે. તેના માટે વાઈબ્રન્ટ વિલેજ કાર્યક્રમની શરૂઆત કરાઇ છે.  વાઈબ્રન્ટ વિલેજ કાર્યક્રમનો ઉદ્દેશ્ય ગામના લોકોના જીવનની ગુણવત્તામાં સુધારો લાવવો, સરહદી ગામડાઓનો વિકાસ કરવો, સહકારી સમિતિઓ અને બિન સરકારી સંગઠનોના માધ્યમથી એક ગામ એક ઉત્પાદની અવધારણા પર પર્યાવરણ સ્થાયી પર્યાવરણ કૃતિ વ્યવસાયોને વિકસિત કરવાનો છે. 

    મુખ્યમંત્રીએ કહ્યું કે સરહદી ક્ષેત્રોથી પલાયનને રોકવામાં આ યોજના મદદરૂપ થશે અને આપણા સરહદી વિસ્તારોમાં રહેલા લોકો દેશની સુરક્ષામાં ભાગીદારી ભજવી શકશે. સીએમ ધામીએ કહ્યું કે પ્રધાનમંત્રીએ 21મી સદીનો ત્રીજો દાયકો ઉત્તરાખંડનો દાયકો ગણાવ્યો છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
apply