દેશવિરોધી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા પોપ્યુલર ફ્રંન્ટ ઓફ ઇન્ડિયા સામે NIAની મોટાપાયે કાર્યવાહી
Live TV
-
એનઆઈએની ટીમ સાથે પોલીસ પણ પહોંચી
કેન્દ્રીય તપાસ એજન્સીએ આજે સવારે પ્રતિબંધીત સંગઠન પોપ્યુલર ફ્રંન્ટ ઓફ ઇન્ડિયાના બિહાર, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ સહિત અન્ય રાજ્યોના 17 સ્થળોએ દરોડા પાડ્યાં છે. NIAએ બિહારમાં 12, ઉત્તરપ્રદેશમાં બે, મધ્યપ્રદેશમાં બે, પંજાબના લુધીયાણામાં એક, અને ગોવામાં એક સ્થળે તપાસ શરૂ કરી છે. બિહારના દરભંગા અને મોતિહારીમાં આજે સવારે PFI સાથે જોડાયેલા સભ્યો સામે કાર્યવાહી શરૂ થતાં આ વિસ્તારમાં વાતાવરણમાં ઉત્તેજના વ્યાપી હતી. દરભંગામાં ડો.શારિક રઝા અને મોહમ્મદ મહેબુબના ઘરે અલગ અલગ ટીમ પહોચી હતી. જ્યારે મોતિહારીમા સજ્જાદ અંસારીના ઘરે દરોડો પાડવામાં આવ્યો હતો. NIA સાથે સ્થાનિક પોલીસ કાર્યવાહીમાં જોડાઇ છે. આ ટીમ ઘરમાં દસ્તાવેજો સહિતની વિગતોની તપાસ કરી રહી છે. યુપીમાં આ કાર્યવાહી ઉજ્જૈન અને ખંડવામાં કરવામાં આવી છે..
