Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રીએ ​​રાજધાની તિરુવનંતપુરમથી કેરળની પ્રથમ વંદે ભારત એક્સપ્રેસને બતાવી લીલી ઝંડી

Live TV

X
  • વંદે ભારત ટ્રેન કેરળના 11 જિલ્લાઓમાંથી પસાર થશે

    કેરલા માટે આજે મોટો દિવસ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે તિરૂવનંતપુરમ સ્ટેશનથી કેરલાની પ્રથમ વંદેભારત એક્સપ્રેસ ટ્રેનનો પ્રારંભ કરાવ્યો હતો.. કાર્યક્રમને સંબોધતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે કેરલાને નવી વંદેભારત ટ્રેન,કોચીને વોટર મેટ્રો અને અન્ય રેલ પ્રોજેક્ટ મળ્યાં છે. આ સાથે કેરલાના વિકાસ સાથે જોડાયેલ અનેક પ્રોજેક્ટનું લોકાર્પણ અને શિલાન્યાસ થનાર છે. આ વિકાસના પ્રોજેક્ટ માટે કેરલાના લોકોને શુભેચ્છા પાઠવું છું. તેમણે કહ્યું કે કેરલા સમજદાર અને શિક્ષીત લોકોનો પ્રદેશ છે. અહીના લોકોનું સામર્થ્ય,વિનમ્રતા, પરિશ્રમ તેઓની વિશિષ્ટ ઓળખ બનાવે છે. કેરળના ચો-મુખી વિકાસ માટે જે યોજનાઓ શરૂ થવા જઇ રહી છે. તે કેરળને અલગ રાજ્યનારૂપે આગળ લઇ જશે. વંદેભારત એક્સપ્રેસ ટ્રેન તિરૂવનંતપુરમ-કાસરગોડા વચ્ચે 111 જિલ્લાઓમાંથી પસાર થશે જેમ કે તિરુવનંતપુરમ, કોલ્લમ, કોટ્ટયમ, એર્નાકુલમ, થ્રિસુર, પલક્કડ, પથાનમથિટ્ટા, મલપ્પુરમ, કોઝિકોડ, કન્નુર અને કાસરગોડ .પ્રધાનમંત્રીએ આ ટ્રેનમાં મુસાફરી કરીને સ્કુલના વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી તેમના વિચારો જાણ્યાં હતાં, પ્રધાનમંત્રીએ કોચી વોટર મેટ્રો અને અન્ય રેલ પ્રોજેક્ટને રાષ્ટ્રને સમર્પિત કર્યો હતો.. ત્યાર બાદ પ્રધાનમંત્રીએ ડિઝીટલ સાયન્સ પાર્કની આધારશીલા રાખી હતી..

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
apply