કેન્દ્ર સરકારે લદ્દાખમાં સ્ટાર્ટઅપ અને સંશોધન વિકાસની પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવા ખાસ અભિયાન ચલાવશે
Live TV
-
કેન્દ્ર સરકાર ઇશાન ભારત, જમ્મુ અને કાશ્મીર તથા લદ્દાખમાં સ્ટાર્ટઅપ તેમજ સંશોધન વિકાસની પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવા ખાસ અભિયાન ચલાવશે. કેન્દ્રિય વિજ્ઞાન અને ટેકનોલોજી જીતેન્દ્રસિંહે ગઈકાલે દિલ્હીમાં આંબેડકર આંતરરાષ્ટ્રીય કેન્દ્ર ખાતે યોજાયેલ વિશ્વ વિદ્યાલય સંશોધન ઉત્સવમાં આ મુજબ જણાવ્યું હતું.
તેમણે કહ્યું કે, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, બિહાર, તેલંગાણા અને રાજસ્થાન પણ આ ખાસ અભિયાન ચલાવાશે. કેન્દ્રિય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય વિવિધ સંસ્થાઓમાં સંશોધન માટે ઉપયોગી ઉપકરણોની ખરીદીમાં મદદરૂપ થશે. આ ઉપરાંત સંસ્થામાં સંશોધન અને વિકાસ માટેની પ્રવૃત્તિઓ વધારવા તથા ઉપકરણોના આધુનિકકરણ માટે સુપ્રિમ નામની ખાસ આર્થિક સહાય આપતી યોજના શરૂ કરાઈ છે.
