Skip to main content
Settings Settings for Dark

કર્ણાટક વિધાનસભાની ચૂંટણી માટે પ્રચાર તેજ થયો, વિવિધ રાજકીય પક્ષોના દિગ્ગજ નેતાઓ મતદારોને રીઝવવા રાજ્યની મુલાકાતે

Live TV

X
  • કર્ણાટક વિધાનસભાની ચૂંટણીની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષોનો પ્રચાર વેગ પકડી રહ્યો છે. કેટલાય કેન્દ્રીય અને રાજ્ય મંત્રીઓ અને રાજકીય પક્ષોના નેતાઓ રેલીઓ અને રોડ શો કરી રહ્યા છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સિદ્દુ સાવડીના સમર્થનમાં બાગલકોટ જિલ્લાના તેરાદલ ખાતે એક સભાને સંબોધિત કરી હતી. તેમણે લોકોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથ મજબૂત કરવા અને રાજ્યમાં ડબલ એન્જિન સરકારને જાળવી રાખવા ભાજપને સમર્થન આપવા વિનંતી કરી. આજે બપોરે તેઓ યાદગીર વિધાનસભા ક્ષેત્રમાં રોડ શો કરશે. રાજ્યના મુખ્યમંત્રી બસવરાજ બોમાઈએ આજે ​​હુબલી-ધારવાડ મતવિસ્તારમાં રોડ શો કર્યો અને સ્થિર સરકાર માટે ભાજપને મત આપવા અપીલ કરી. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મેંગલુરુમાં કહ્યું કે કોંગ્રેસ પાર્ટી ચૂંટાયેલા ધારાસભ્યોના અભિપ્રાય અને હાઈકમાન્ડની સલાહના આધારે મુખ્યમંત્રીની પસંદગી કરશે. તેમણે લોકશાહી અને બંધારણની રક્ષા માટે કોંગ્રેસના ઉમેદવાર માટે મત માંગ્યો હતો. કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી મૈસુર અને ચામરાજનગર જિલ્લામાં પાર્ટીના ઉમેદવારો માટે પ્રચાર કરી રહ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
apply