Skip to main content
Settings Settings for Dark

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર ગયાનામાં ભારતીય સમુદાય સાથે વાર્તાલાપ કર્યો

Live TV

X
  • વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે ગઈકાલે સાંજે ગયાનામાં ભારતીય સમુદાય સાથે વાતચીત કરી. શ્રી જયશંકરે આ કાર્યક્રમમાં ભાગ લેવા બદલ ગયાનાના ઉપપ્રમુખ ભરત જગદેવ અને સ્પીકર મંજૂર નાદિરનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જ્યોર્જટાઉનમાં મહાત્મા ગાંધીના સ્મારક પર ભારત-ગિયાના ફ્રેન્ડશિપ ટ્રી પણ વાવી હતી અને શ્રદ્ધાંજલિ આપી હતી. વિદેશ મંત્રી જયશંકર ચાર મધ્ય અને દક્ષિણ અમેરિકન દેશોની મુલાકાતે છે. આજે પનામામાં શ્રી જયશંકર ત્યાંના ટોચના નેતૃત્વને મળશે. વિદેશ મંત્રી જયશંકર આવતીકાલે કોલંબિયા પહોંચશે જ્યાં તેઓ સરકાર, વેપાર અને નાગરિક સમાજના અનેક ટોચના પ્રતિનિધિઓને મળશે. વિદેશ મંત્રી તરીકે કોલંબિયાની આ તેમની પ્રથમ મુલાકાત હશે.

    ચાર દેશોની મુલાકાતના છેલ્લા તબક્કામાં વિદેશ મંત્રી આ મહિનાની 27 થી 29 તારીખ સુધી ડોમિનિકન રિપબ્લિકની મુલાકાત લેશે. બંને દેશો વચ્ચે 1999માં રાજદ્વારી સંબંધો સ્થાપિત થયા હતા. વિદેશ મંત્રી જયશંકરની આ મુલાકાત 2022માં સેન્ટો ડોમિંગોમાં ભારતીય વિદેશી દૂતાવાસની સ્થાપના બાદ થઈ રહી છે. શ્રી જયશંકર ડોમિનિકન રિપબ્લિકના વિદેશ મંત્રી રોબર્ટો અલ્વારેઝ સાથે પણ ચર્ચા કરશે. બંને નેતાઓ ઈન્ડિયન ઓવરસીઝ મિશનનું ઔપચારિક ઉદ્ઘાટન કરશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
apply