Skip to main content
Settings Settings for Dark

આજે હરિયાળી અમાસ, દેશભરમાં વૃક્ષ મિત્ર પરિવારના સભ્યો 50 હજારથી વધુ છોડ રોપવામાં આવશે

Live TV

X
  • કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણના આહ્વાન પર હરિયાળી અમાસના પવિત્ર પર્વ પર દેશભરમાં વૃક્ષ મિત્ર પરિવારના સભ્યો કરશે વાવેતર.

    કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ 12 ઓગસ્ટ, બુધવારના રોજ હરિયાળી અમાસના પવિત્ર પર્વ પર નવી દિલ્હીના પીબીજી ગ્રાઉન્ડ, સેન્ટ્રલ રેંજ, તાલકટોરા સ્ટેડિયમ પાસે સેંકડો સાથીઓ સાથે વૃક્ષારોપણ કરશે. આની સાથે જ શિવરાજ સિંહ ચૌહાણના વૃક્ષ મિત્ર અભિયાન સાથે જોડાયેલા દેશભરના હજારો સભ્યો પણ તેમના આહ્વાન પર પોત-પોતાના ગામો અને શહેરોમાં વૃક્ષારોપણ કરશે. આ અવસરે દેશભરમાં 50 હજારથી પણ વધુ છોડ લગાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે.

    "હરિયાળી અમાસ પ્રકૃતિ પ્રત્યે આભાર વ્યક્ત કરવાનો પર્વ"

    કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું છે કે, 12 ઓગસ્ટે હરિયાળી અમાસનો પવિત્ર પર્વ છે. આપણા દરેક પર્વ પાછળ એક વૈજ્ઞાનિક દ્રષ્ટિ અને જીવનને ઉત્તમ બનાવવાનો સંદેશ છુપાયેલો છે. હરિયાળી અમાસ પ્રકૃતિ પ્રત્યે આભાર પ્રગટ કરવાનો પર્વ છે. ચારેય તરફ ખેતરોમાં ફેલાયેલી હરિયાળી અને નવા પાક આવવાની આશા મનને આનંદથી ભરી દે છે. પ્રકૃતિ પ્રત્યે આભાર માત્ર શબ્દોમાં નહીં, પરંતુ વૃક્ષારોપણ કરીને વ્યક્ત કરવો જોઈએ.

    "વૃક્ષ મિત્ર પરિવારના હજારો સભ્યો લગાવશે છોડ" 

    શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું છે કે, વૃક્ષ મિત્ર પરિવારના સભ્યોએ સંકલ્પ લીધો છે કે તેઓ 12 ઓગસ્ટે હરિયાળી અમાસ, પોત-પોતાના ગામ, શહેર અને પંચાયતોમાં વૃક્ષારોપણ કરીને ઉજવશે. તેમણે કહ્યું કે હું સ્વયં પણ આ દિવસે દિલ્હીમાં મારા સાથીઓ સાથે વૃક્ષારોપણ કરીશ. તેમણે દેશવાસીઓને આગ્રહ કરતા જણાવ્યું છે કે, હરિયાળી અમાસના આ પવિત્ર પર્વને એક છોડ લગાવીને અવિસ્મરણીય બનાવો અને પર્યાવરણ સંરક્ષણમાં પોતાનું યોગદાન આપો.

    "દરેક વ્યક્તિ લગાવે એક છોડ" 

    કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે એક છોડ લગાવવો એ માત્ર પર્યાવરણની રક્ષા જ નથી, પરંતુ આવનારી પેઢીઓના સુરક્ષિત અને સુંદર ભવિષ્યને ઘડવાનો પાયો છે. તેમણે તમામ વૃક્ષ મિત્રો અને દેશવાસીઓને આહ્વાન કર્યું કે 12 ઓગસ્ટે હરિયાળી અમાસના દિવસે એક છોડ જરૂર લગાવે. વૃક્ષારોપણના પોતાના સંકલ્પમાં આગળ 5 લોકોને જોડો અને તે પાંચ લોકો પણ પોતાની સાથે 5-5 લોકોને જોડે, જેથી આ અભિયાન વધુમાં વધુ લોકો સુધી પહોંચી શકે. તેમણે કહ્યું કે, વૃક્ષારોપણની માહિતી, ફોટોઝ shivrajsinghchouhan.co.in વેબસાઇટ પર અપલોડ કરો, જેથી આ અભિયાન જન-જનની ભાગીદારીનું અભિયાન બને.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-08-2026 Max Temp : °C Min Temp : °C
apply