જયપુરમાં 'ન્યૂ ડેવલપમેન્ટ બેંક' સેમિનાર: નાણાં મંત્રી નિર્મલા સીતારામને આપ્યું મુખ્ય પ્રવચન
Live TV
-
જયપુર ખાતે બ્રિક્સ નાણાં મંત્રીઓ અને સેન્ટ્રલ બેંક ગવર્નર્સની બેઠક અન્વયે "સભ્ય દેશોમાં ખાનગી મૂડી એકત્રિત કરવામાં ન્યૂ ડેવલપમેન્ટ બેંકની ભૂમિકા" વિષય પર વિશેષ સેમિનાર યોજાયો હતો.
કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી નિર્મલા સીતારામને આ સેમિનારમાં મુખ્ય પ્રવચન આપતા જણાવ્યું હતું કે બ્રિક્સ અર્થતંત્રો વૈશ્વિક ગ્રોથ એન્જિન છે, જેણે મોટા પાયે ખાનગી મૂડી એકત્રિત કરવા માટે સમાન માળખાકીય અવરોધોનો સામનો કરવો પડે છે.નાણાં મંત્રીએ ભારતના અનુભવને ટાંકીને જણાવ્યું હતું કે સરકારે સતત જાહેર મૂડી ખર્ચ અને પૂરક માળખાકીય સુધારાઓ (જેવા કે VGF, HAM અને નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇન) દ્વારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇકોસિસ્ટમને મજબૂત બનાવી છે. આ બેઠકમાં આર્થિક બાબતોના વિભાગના સચિવ અનુરાધા ઠાકુર અને NDB પ્રમુખ સુશ્રી દિલમા રૂસેફ સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
