આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં આઝાદીનો "અમૃત મહોત્સવ" ઉજવાશે
Live TV
-
આઝાદીને 75 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં દેશભરમાં આઝાદીનો અમૃત મહોત્સવ યોજવામાં આવશે. 15 ઓગષ્ટ 2022 પહેલા કેન્દ્ર સરકાર 75 સપ્તાહ સુધી તેનું આયોજન કરશે. સરકારે 259 સભ્યો સાથે પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં એક રાષ્ટ્રીય સમિતિની રચના કરી છે.

ગેઝેટમાં અધિસુચના જાહેર કરીને આ મહોત્વ ઉજવણીની જાહેરાત કરાઈ છે. રાષ્ટ્રીય સમિતિમાં કેન્દ્રીય મંત્રીઓ ઉપરાંત તમામ ક્ષેત્રોના ગણમાન્ય નાગરિકોને સામેલ કરાયા છે. આ સમિતિ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર પર ભારતીય સ્વતંત્રતાની 75મી વર્ષગાંઠની સ્મૃતિ માટે કાર્યક્રમોના નિર્માણ માટે નિતિ નિર્દેશ અને દિશા નિર્દેશ આપશે.