Skip to main content
Settings Settings for Dark

ઉત્તરાખંડઃ સીમા સડક સંગઠને 26 દિવસના રેકોર્ડ સમયમાં પુલ બનાવી 13 ગામોને જોડ્યા

Live TV

X
  • ઉત્તરાખંડના ચમોલીમાં જિલ્લામાં 7 ફેબ્રુઆરીએ આવેલી આફતમાં ઘણા ગામોનો સંપર્ક કપાયો હતો. આફતમાંથી લોકોને ઉગારવા માટે સુરક્ષા દળોના વિવિધ સંગઠનોએ દિવસ રાત એક કરીને રાહત-બચાવ કામ શરુ કર્યા હતા.

    ઉત્તરાખંડના ચમોલીમાં જિલ્લામાં 7 ફેબ્રુઆરીએ આવેલી આફતમાં ઘણા ગામોનો સંપર્ક કપાયો હતો. આફતમાંથી લોકોને ઉગારવા માટે સુરક્ષા દળોના વિવિધ સંગઠનોએ દિવસ રાત એક કરીને રાહત-બચાવ કામ શરુ કર્યા હતા.

    આવાજ રાહત બચાવ કાર્યમાં લાગેલા સીમા સડક સંગઠન (BRO)ના જવાનોએ ઉત્તરાખંડ જિલ્લાના બોર્ડર વિસ્તારના 13 ગામડાઓને જોડવા માટેનુ કામ કર્યુ છે. 13 ગામોને જોડતા 200 ફુટના બેલી પુલ માત્ર 26 દિવસના રેકોર્ડ સમયમાં બનાવ્યો છે. આ પુલ ઋષિગંગા નદી પર જોશીમઠ-મલારી રોડ પાસે આવેલ રેની ગામમાં બનાવાયો છે. બુધવારે આ પુલને લોકોને પરિવહન માટે ખુલ્લો મુકાયો હતો.

    આ નિમિત્તે સીમા સડક સંગઠન (BRO)ના મહાનિર્દેશન લેફ્ટનેન્ટ જનરલ રાજીવ ચૌધરીએ આ કામને સફળતા પૂર્વક પાર પાડનાર ટીમને અભિનંદન આપ્યા હતા. એમણે જણાવ્યુ હતુ કે આ પુલને "ધ બ્રીજ ઓફ કોમ્પેશન" એટલે કે "કરુણાનો પુલ" નામ આપ્યુ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
apply