Skip to main content
Settings Settings for Dark

તમિલનાડુ, આસામ વિધાનસભા ચૂંટણી માટે ભાજપ અને અન્ય પાર્ટીઓની સીટ વહેંચણી જાહેર

Live TV

X
  • તામિલનાડુ વિધાનસભા ચૂંટણી માટે સીટોની વહેંચણીને લઈને ભાજપ અને અન્નાદ્રમુક વચ્ચે સમજુતી થઈ છે. ભાજપ કુલ 20 સીટો ઉપર ચૂંટણી લડશે. આ ઉપરાંત કન્યાકુમારી સીટ ઉપર યોજાઈ રહેલ લોકસભાની પેટા ચુંટણી માટે ભાજપનો ઉમેદવાર ઉભો રહેશે.

    તામિલનાડુમાં એક જ તબક્કામાં 6 એપ્રિલે 264 સીટો ઉપર મતદાન યોજાશે જેની મતગણતરી 2જી મેના રોજ યોજાશે. ચૂંટણી યોજાઈ રહી છે તે રાજ્યોમાં ઘણા રાજકીય દળોએ પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી છે. પશ્રિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે મમતા બેનર્જીએ TMCના ઉમેદવારોની યાદી જાહેર કરી છે. પાર્ટીના ઉમેદવારોના નામની જાહેરાત કર્યા બાદ પશ્રિમ બંગાળના સીએમ અને TMC પ્રમુખ મમતા બેનર્જીએ ભાજપાની કડક ટીકા કરી હતી. 

    ભાજપે આસામ ચૂંટણી માટે પ્રથમ યાદી જાહેર કરી છે. ભાજપે 70 બેઠકો માટે ઉમેદવારો જાહેર કર્યા છે. આ યાદીમાં 11 સીટીંગ ધારાસભ્યોની ટીકિટ બદલવામાં આવી છે. આસામ ગણ પરિષદને 26 સીટ આપવામાં આવી છે. આ ઉપરાંત યુ.પી.પી.એલ. 8 સીટો ઉપર ચૂટણી લડશે. રાજભારીથી વિજય માલકર, બદરપુરથી વિશ્વરૂપ ભટ્ટાચાર્ય, સીચરથી બીપયાન ચક્રવર્તી, ધોલાઇથી પરિમલ શુકલ, લખીપુરથી કૌશીક રાય અને બરહમ પુરથી જીતુ ગૌસ્વામીને ટિકીટ આપવામાં આવી છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
apply