Skip to main content
Settings Settings for Dark

આઝાદ હિંદ સરકારની 75મી વર્ષગાંઠ, PMએ લાલ કિલ્લા પરથી ફરકાવ્યો રાષ્ટ્રધ્વજ

Live TV

X
  • આઝાદ હિન્દ સરકારનું ગઠન 21 ઓક્ટોબર 1943ના રોજ આઝાદ હિન્દ સરકારના નેતા સુભાષ ચંદ્ર બોઝની પ્રેરણાથી કરવામાં આવ્યું હતું.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આઝાદ હિંદ સરકારની 75મી વર્ષગાંઠ પર લાલ કિલ્લા પર આયોજીત સમારોહમાં રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો અને આઝાદ હિંદ સરકારની સ્મૃતિમાં એક વિશેષ તક્તીનું અનાવરણ કર્યું હતું. આ મહત્વપૂર્ણ ઐતિહાસિક આયોજનમાં ઈન્ડિયન નેશનલ આર્મિના લાલતીરામ, નેતાજી સુભાષચંદ્ર બોઝના ભત્રીજા ચંદ્રકુમાર બોઝ, સાંસ્કૃતિક મંત્રી મહેશ શર્મા અને બ્રિગેડિયર આર.એસ.ચિક્કરા તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, લાલ કિલ્લા પર ધ્વજારોહણનો આ અવસર સૌભાગ્યની બાબત છે. નેતાજી સુભાષચંદ્ર બોઝે આઝાદ હિન્દ સરકારના પહેલા પ્રધાનમંત્રીના રૂપમાં લાલ કિલ્લા પરથી તિરંગો ફરકાવવાની વાત કરી હતી. પ્રધાનમંત્રીએ નેતાજીના માતા-પિતાને યાદ કરીને તેમને નમન કર્યા હતા.આઝાદ હિન્દ સરકારનું ગઠન 21 ઓક્ટોબર 1943ના રોજ આઝાદ હિન્દ સરકારના નેતા સુભાષ ચંદ્ર બોઝની પ્રેરણાથી કરવામાં આવ્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply