આજે પોલીસ સંભારણા દિવસ, PMએ નવી દિલ્હી ખાતે રાષ્ટ્રીય પોલીસ સ્મારક રાષ્ટ્રને સમર્પિત કર્યું
Live TV
-
દેશ પોલીસ કર્મીઓના બલિદાનને હંમેશા યાદ રાખશે-PM
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હી ખાતે આજે રાષ્ટ્રીય પોલીસ સ્મારક રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે, આતંકવાદ ફેલાવનારા અને દેશ વિરોધી પ્રવૃત્તિઓ કરનાર સામે સંઘર્ષ કરતા પોલીસ કર્મચારીઓએ સર્વોચ્ચ બલિદાન આપ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દેશ પોલીસ કર્મીઓના બલિદાનને હંમેશા યાદ રાખશે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપત્તિ સમયે તેમજ મુશ્કેલ સમયે મદદની વહારે આવનાર NDRF, SDRF જેવા પોલીસ દળોની ભૂમિકા, બલિદાન, ત્યાગ અને સેવાની સરાહના કરી હતી અને તેમને યાદ કરતા તેઓ ભાવુક થઈ ગયા હતા.આ સ્મારક દેશની આઝાદીના સમયથી પોલીસ કર્મિઓના સર્વોચ્ચ બલિદાનની સ્મૃતિમાં બનાવવામાં આવ્યું છે. આ સ્મારકનું નિર્માણ શાંતિપથના ઉત્તરીય ચાણક્યપુરીમાં છથી વધુ એકરમાં કરવામાં આવ્યું છે. 30 ફૂટ ઊંચા મુખ્ય સ્મારકમાં 238 ટન વજનનો એક ગ્રેનાઈટ શિલાખંડથી નિર્મિત છે, તેનું વજન અને રંગ સર્વોચ્ચ બલિદાનની ગરીમાનું પ્રતીક છે. સ્મારક નજીક બનાવવામાં આવેલી 60 ફૂટની પ્રતીકાત્મક નદી, શાંતિ અને કાયદો વ્યવસ્થા જાળવી રાખવા માટે મહિલા અને પુરૂષ પોલીસ કર્મિઓની નિરંતર સેવાને પ્રતિબિમ્બિંત કરે છે. આ વીરતાની દિવાલ પર ગ્રેનાઈટ પત્થર પર તમામ 34 હજાર 844 શહિદ પોલીસ કર્મિઓના નામ અંકિત છે.
