ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળી
Live TV
-
છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમ વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારોના નામની પસંદગી
ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિની શનિવારે નવી દિલ્હી ખાતે બેઠક યોજાઈ હતી. બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સહિત ચૂંટણી સમિતિના સભ્યોએ ભાગ લીધો હતો. બેઠકમાં છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમ વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારોના નામની પસંદગી કરવામાં આવી હતી. વરિષ્ઠ ભાજપા નેતા જે.પી.નડ્ડાએ બેઠકની જાણકારી આપતા છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમ વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદીની જાહેરાત કરવામાં આવી હતી
