Skip to main content
Settings Settings for Dark

ઉતરપ્રદેશ અને બિહારમાં મેઘપ્રકોપ: કુલ 79થી વધુના મોત, લાખો લોકો પ્રભાવિત

Live TV

X
  • બિહારમાં 29થી વધુના મોત, PMએ બિહારના મુખ્યમંત્રી સાથે વાત કરી

    બિહાર રાજ્યના કેટલાક વિસ્તારોમાં, છેલ્લા કેટલાંક દિવસથી વરસી રહેલા વરસાદના પગલે શહેરો અને ગામડાના વિસ્તારમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ભારે વરસાદથી 29થી વધુના મોત થયા છે. મુખ્યમંત્રી નીતિશ કુમારે વરસાદથી ઉભી થયેલી સ્થિતિની સમીક્ષા કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહારના મુખ્યમંત્રી સાથે વાતચીત કરીને પૂરની હાલતની જાણકારી મેળવી હતી. અને કહ્યું કે, સ્થાનિક વહિવટી તંત્ર અને એજન્સી જોરશોરથી રાહત કામગીરી કરી રહી છે.

    NDRFએ સોમવારે પટનામાં જળ પ્રભાવીત વિસ્તારમાંથી મહિલાઓ અને બાળકો સહિત 4 હજારથી વધુ લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા.

    કઢિયાર જિલ્લાના છ તાલુકાના બે લાખથી વધુ લોકો પ્રભાવિત છે. હવામાન વિભાગે વરસાદ બંધ ન થવાના સંકેત આપ્યા છે.

    ઉત્તરપ્રદેશમાં પણ વરસાદ અને નદીમાં પૂરથી જન જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ધીરે ધીરે નદીનું પાણી બુંદેશગઢ, પશ્ચિમી ઉત્તરપ્રદેશ અને મધ્ય ઉત્તરપ્રદેશમાં નીચે ઉતરી રહ્યું છે. વરસાદથી અત્યાર સુધી 50થી વધુના મોત થયા છે. વહીવટી તંત્ર બચાવ અને રાહતનું કાર્ય ઝડપભેર કરી રહ્યું છે. હવામાન વિભાગનું કહેવું છે કે, મૌસમ હવે સાફ થવાની આશા છે. જોકે હજુ ધાવરા અને ગંગા નદીના કારણે પૂર્વાંચલમાં પૂરની સ્થિતિ છે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply