Skip to main content
Settings Settings for Dark

ઉતરાખંડમાં બસ ખીણમાં પડતા 7 ગુજરાતી પ્રવસીઓના મોત, 27 ઘાયલ

Live TV

X
  • ઉતરાખંડમાં બસ ખીણમાં પડતા 7 ગુજરાતી પ્રવસીઓના મોત, 27 ઘાયલ

    ઉત્તરકાશી જિલ્લાના ગંગોત્રી નેશનલ હાઇવે પર મોટી દુર્ઘટના ઘટી. ગંગોત્રી ધામ દર્શન કરીને પરત ફરી રહેલ બસ ખીણમાં પડી જતા 7 ગુજરાતી પ્રવસીઓના મૃત્યુ થયા. બસમાં કુલ 35 મુસાફર સવાર હતા, આ દુર્ઘટનામાં કુલ 27 લોકો ઈજાગ્રસ્ત થયા છે અને અન્ય એક વ્યક્તિની શોધખોળ ચાલું છે. દુર્ઘટના બાદ ઘાયલ લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરી દુર્ઘટના અંગે દુખ વ્યકત કર્યું હતું. તેમણે કહ્યું હતું કે ગુજરાત સરકાર આ ઘટનાને લઈને ઉત્તરાખંડ સરકાર સાથે સતત સંપર્કમાં છે.રાહત કમિશનર આલોક પાંડેએ જણાવ્યું છે કે આ  દુર્ઘટનાના ગુજરાતી પ્રવાસીઓની જાણકારી અને વિગતો માટે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના ફોન નંબર 079 23251900 પર સંપર્ક કરી શકાશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
apply