ઉત્તરકાશીમાં નિર્માણાધીન ટનલમાં ફસાયેલા 41 મજૂરોને બચાવવા માટે 5 કેન્દ્રીય એજન્સીઓને જવાબદારી સોંપાઈ
Live TV
-
ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા 41 કામદારોને બચાવવા માટે તમામ શક્ય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે કેન્દ્ર સરકારે ઘટનાની ગંભીરતાને જોતા 5 કેન્દ્રીય એજન્સીઓને ચોક્કસ જવાબદારીઓ સોંપી દીધી છે. ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ-ONGC, સતલુજ જલ વિદ્યુત નિગમ લિમિટેડ-, રેલ વિકાસ નિગમ લિમિટેડ-, નેશનલ હાઇવે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ- અને THDC ઇન્ડિયા લિમિટેડ ને ટનલમાં ફસાયેલા કામદારોને સુરક્ષિત બહાર કાઢવાની ખાતરી કરવા માટે ચોક્કસ કાર્યો સોંપવામાં આવ્યા છે.
આ એજન્સીઓ યુદ્ધના ધોરણે સરકાર સાથે મળીને કામ કરી રહી છે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ ઉત્તરકાશીના માતાલીમાં એક અસ્થાયી કેમ્પ ઓફિસની સ્થાપના કરી છે, જ્યાંથી તેઓ બચાવ કામગીરી પર નજર રાખી રહ્યા છે. તેમણે ફસાયેલા મજૂરો સાથે પણ વાત કરી છે. અત્યાર સુધી બચાવકર્મીઓએ સિલ્ક્યારા ટનલમાં 46.8 મીટર ડ્રિલ કર્યું છે. ઓગર ડ્રિલિંગ મશીનમાં ટેકનિકલ ખામી સર્જાતા ડ્રિલિંગનું કામ બંધ થઈ ગયું હતું. પાઈપનાં આગળના ભાગમાં ક્ષતિ આવી હતી..જેના કારણે રાહત કાર્ય બાધિત થયુ હતુ..પરંતુ આ ક્ષતિ દુર કરી ફરી રાહત કાર્ય શરૂ કરી દેવાયુ છે. બીજી તરફ, ટનલના સુરક્ષિત ભાગમાં, વીજળી અને પાણી પુરવઠો કાર્યરત છે, અને ફસાયેલા કામદારોને 4 થી 6 ઇંચની સમર્પિત કોમ્પ્રેસર પાઇપલાઇન દ્વારા ખોરાક અને દવાઓ મોકલવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે ગત 12મી નવેમ્બરથી સિલ્ક્યારાથી બરકોટ સુધી નિર્માણાધીન ટનલનો એક ભાગ ભૂસ્ખલનને કારણે ધરાશાયી થયો હતો, ત્યારથી 41 મજૂરો તેમાં ફસાયા છે.
