આવતીકાલે રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી, 199 વિધાનસભા બેઠકો માટે થશે મતદાન
Live TV
-
રાજસ્થાનમાં આવતીકાલે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. 199 વિધાનસભા બેઠકો પર મતદાન માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. 199 વિધાનસભા બેઠકો માટે સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે. દરમિયાન વિધાનસભાની એક બેઠક માટેની ચૂંટણી ઉમેદવારના મૃત્યુને કારણે મોકૂફ રાખવામાં આવી છે. જ્યારે મતદાન માટે કુલ 51 હજાર પાંચસો સાત મતદાન મથકો બનાવવામાં આવ્યા છે. લગભગ બે લાખ 75 હજાર જેટલા મતદાન કર્મચારીઓ તેમની ફરજ બજાવશે.
મુખ્ય ચૂંટણી અધિકારી પ્રવીણ ગુપ્તાના જણાવ્યા પ્રમાણે 26,393 મતદાન કેન્દ્રો પર લાઈવ વેબકાસ્ટિંગ કરવામાં આવશે. જિલ્લા કક્ષાના કંટ્રોલ રૂમ આ મતદાન કેન્દ્રો પર નજર રાખશે, તથા મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ ચૂંટણી યોજવા માટે 6,200 અને 86 માઈક્રો ઓબ્ઝર્વર અને 6,247 સેક્ટર અધિકારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. શાંતિપૂર્ણ મતદાન થાય તે માટે કુલ 1,02000 હજારથી વધુ સુરક્ષા જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. આ સાથે રાજ્યમાં 3,383 વિશેષ મતદાન કેન્દ્રો પણ બનાવવામાં આવ્યા છે. દરમિયાન તેલંગાણામાં વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટે માત્ર 5 દિવસ બાકી હોવાથી ચૂંટણીપ્રચાર ચરમસીમાએ પહોંચ્યો છે. ભાજપ, કોંગ્રેસ અને ડાબેરી પક્ષો સહિત મુખ્ય પક્ષોના ટોચના નેતાઓ પ્રચારકરી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી 3 દિવસ તેલંગાણામાં પ્રચાર કરશે.
કેન્દ્રીય મંત્રીઓ, ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ સહિત પક્ષના વરિષ્ઠ નેતાઓ અને અન્ય અગ્રણી નેતાઓ પણ ચૂંટણી પ્રચાર માટે જશે. કોંગ્રેસના સ્ટાર પ્રચારક પ્રિયંકા ગાંધી વાડ્રા આજે અને આવતીકાલે પાલકુર્થી, હુસ્નાબાદ, પલૈર, સથુપલ્લી અને મધિરામાં પ્રચાર કરશે. પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખપક્ષના ઉમેદવારોના સમર્થનમાં જાહેર સભાઓ સંબોધી રહ્યા છે.
