રાજસ્થાનમાં આવતીકાલે વિધાનસભાની ચૂંટણી, 3 ડિસેમ્બરે પરિણામ જાહેર થશે
Live TV
-
આવતીકાલે સવારે 7 વાગ્યાથી મતદાન પ્રક્રિયા શરૂ થશે.
રાજસ્થાનમાં આવતીકાલે વિધાનસભાની ચૂંટણી માટે મતદાન યોજાનાર છે. આ માટે ચૂંટણી પંચે મતદાનની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. રાજ્યની 199 બેઠકો પર આવતીકાલે સવારે 7 વાગ્યાથી મતદાન પ્રક્રિયા શરૂ થશે. ચૂંટણી પંચ અને વહીવટીતંત્ર શાંતિપૂર્ણ મતદાન થાય તે માટે તમામ શક્ય પ્રયાસો કરી રહ્યું છે. આ ચૂંટણીના પરિણામો 3 ડિસેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે.
નિષ્પક્ષ મતદાન થાય અને ભયમુક્ત વાતાવરણમાં મતદાન થાય તે માટે રાજસ્થાન પોલીસ દ્વારા ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે કુલ 51,507 મતદાન કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. 5 કરોડ 26 લાખથી વધુ મતદાતાઓ મતદાન કરશે. સુચારુ મતદાન થાય તે માટે લગભગ 2 લાખ 75 હજાર મતદાનકર્મીઓ કામ કરશે.
મુખ્ય ચૂંટણી અધિકારી પ્રવીણ ગુપ્તાએ જણાવ્યું છે કે, 26,393 મતદાન કેન્દ્રો પર લાઈવ વેબકાસ્ટિંગ કરવામાં આવશે. મતદાન કેન્દ્રો પર જિલ્લા સ્તરીય નિયંત્રણ કક્ષ સતત નજર રાખશે. શાંતિપૂર્ણ મતદાન થાય તે માટે કુલ 1,02,000 થી વધુ સુરક્ષાકર્મી તહેનાત કરવામાં આવ્યા છે.
