Skip to main content
Settings Settings for Dark

ઉત્તરકાશી ટનલ દુર્ઘટનામાં ફસાયેલા 40 કામદારોને બચાવવા માટે સતત છ દિવસથી રેસ્ક્યુ ઓપરેશન

Live TV

X
  • ઉત્તરકાશી ટનલ દુર્ઘટનામાં ફસાયેલા 40 કામદારોને બચાવવા માટે સતત છ દિવસથી રેસ્ક્યુ ઓપરેશન

    ઉત્તરકાશી ટનલ દુર્ઘટનામાં ફસાયેલા 40 કામદારોને બચાવવા માટે સતત છ દિવસથી રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. ટનલની અંદર ફસાયેલા 40 કામદારોને બચાવવામાં હજુ 30 થી 35 કલાકનો સમય લાગી શકે છે. ઉત્તરકાશી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન અધિકારીએ જણાવ્યું હતું કે, કાટમાળમાંથી ડ્રિલ કરવામાં અને છ મીટર લાંબી પાઇપને આગળ ધકેલવામાં લગભગ દોઢ કલાકનો સમય લાગી રહ્યો છે. આ પછી એક પાઈપને બીજી સાથે જોડવામાં લગભગ બે કલાકનો સમય લાગી રહ્યો છે. મશીનને પણ વચ્ચે આરામ આપવામાં આવી રહ્યો છે. આ સાથે જ ઉત્તરકાશીના જિલ્લા મેજિસ્ટ્રેટએ કહ્યું કે સુરંગમાં ફસાયેલા કામદારોને સતત ઓક્સિજન અને ખાદ્યપદાર્થો પૂરા પાડવામાં આવી રહ્યા છે. તેમના મતે ટનલમાં વીજળી અને પીવાના પાણીની પૂરતી વ્યવસ્થા છે. શ્રમિકોને જરૂરિયાત મુજબ દવાઓ વગેરે પણ મોકલવામાં આવી રહી છે. હાલ તમામ કામદારો સુરક્ષિત છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-06-2026 Max Temp : °C Min Temp : °C
apply