પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બીજું 'વોઈસ ઓફ ગ્લોબલ સાઉથ' શિખર સંમેલનનું ઉદ્ઘાટન સત્ર શરૂ
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બીજું 'વોઈસ ઓફ ગ્લોબલ સાઉથ' શિખર સંમેલનનું ઉદ્ઘાટન સત્ર શરૂ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બીજા વોઈસ ઑફ ગ્લોબલ સાઉથ સમિટના ઉદ્ઘાટન સત્રને સંબોધિત કર્યું. પ્રધાનમંત્રી મોદીએ ગ્લોબલ સાઉથ સેન્ટર ફોર એક્સલન્સનું લોન્ચિંગ પણ કર્યું. ઉદ્ઘાટન સત્રને સંબોધતા તેમણે કહ્યું કે ભારત ગ્લોબલ સાઉથના દેશોનો અવાજ ઉઠાવી રહ્યું છે. ગ્લોબલ સાઉથમાં 100 થી વધુ દેશો છે પરંતુ અમારી પ્રાથમિકતાઓ સમાન છે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, ક્લાઈમેટ એક્શન માટે પર્યાવરણ માટે જીવનશૈલી અપનાવવામાં આવી છે. ભારત ગ્લોબલ સાઉથ સમક્ષ તેની ક્ષમતાઓ રજૂ કરવા માટે તૈયાર છે. નોંધનીય છે કે, સમિટના ઉદ્ધાટન સત્રની થીમ સબકા સાથ સબકા વિકાસ છે. અને સમાપન સત્રનો વિષય ગ્લોબલ સાઉથ – ટુગેધર ફોર એ ફ્યુચર છે. આ પરિષદનો હેતુ G-20 ની ભારતની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકોમાં પ્રાપ્ત થયેલા મહત્વપૂર્ણ પરિણામોને ગ્લોબલ સાઉથના દેશો સાથે શેર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે. પૂર્વમાં પ્રશાંત મહાસાગરથી લઈ પશ્ચિમમાં લેટિન અમેરિકા સુધી દુનિયાભરના દેશો આમાં ભાગ લઈ રહ્યા છે. તો, ભારતે આ વર્ષે જાન્યુઆરીમાં વોઈસ ઓફ ગ્લોબલ સાઉથ સમિટના ઉદ્ઘાટન સત્રનું વર્ચ્યુઅલ ફોર્મેટમાં આયોજન કર્યું હતું. ગ્લોબલ સાઉથના 125 દેશો આ અનોખી પહેલમાં જોડાયા અને આ સામાન્ય પ્લેટફોર્મ પર તેમની પ્રાથમિકતાઓ અને શક્યતાઓ શેર કરી.
