રાજસ્થાનમાં 25 નવેમ્બર અને તેલગાંણામાં 30 નવેમ્બરે વિધાનસભા ચૂંટણીનું મતદાન
Live TV
-
રાજસ્થાનમાં 25 નવેમ્બર અને તેલગાંણામાં 30 નવેમ્બરે વિધાનસભા ચૂંટણીનું મતદાન
રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણીને લઈ રાજકીય દળો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ચૂંટણી માટેના ગણતરીના દિવસો બાકી છે ત્યારે તમામ રાજકીય પક્ષો મતદારોને રીઝવવાના તમામ શક્ય પ્રયાસો કરી રહ્યા છે. જેને લઈ કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહ આજે અજમેરમાં વિશાળ જાહેર સભાને સંબોધશે તેમજ રોડ શો કરશે. અમિત શાહ આજે અજમેરના વિજ્યનગર ત્યારબાદ નસીરાબાદમાં વિશાળ જાહેરસભાને સંબોધિત કરશે. આ પછી તેઓ અજમેરમાં જ એક રોડ શો પણ કરશે. બીજી તરફ, તેલંગાણામાં વિધાનસભા ચૂંટણીને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. 30 નવેમ્બરે તેલંગાણામાં મતદાન થવાનું છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે આજે હૈદરાબાદમાં પાર્ટીનો ઘોષણા પત્ર જાહેર કરશે. આ સિવાય કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી રાજ્યમાં ચૂંટણી રેલી યોજી પદયાત્રા નીકાળશે. રાહુલ ગાંધી જાહેરસભા પિનપાકા અને નરસમપેટમાં જાહેરસભાને સંબોધશે ત્યારબાદ વારંગલમાં પદ યાત્રા નીકાળીને મતદારોને મત આપવાની અપીલ કરશે.
