છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીના બીજા ચરણ અને મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે તમામ બેઠકો માટે મતદાન શરુ
Live TV
-
છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીના બીજા ચરણ અને મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે તમામ બેઠકો માટે મતદાન શરુ
છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. બીજા તબક્કામાં 70 બેઠકો પર ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઈ છે. આ ચરણમાં કુલ 958 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. જેમાં મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ, વિધાનસભા અધ્યક્ષ ચરણદાસ મહંત, નાયબ મુખ્યમંત્રી ટી.એસ. સિંહદેવ, ભાજપના પ્રદેશ અધ્યક્ષ અરુણ સાઓ, વિપક્ષના નેતા નારાયણ ચંદેલ અને કેન્દ્રીય રાજ્ય મંત્રી રેણુકા સિંહ મુખ્ય છે. કુલ 18 હજાર 833 મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે. તેમાંથી 727 બૂથ એવા છે જ્યાં મહિલા મતદાન કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. તેમજ શાંતિપૂર્ણ મતદાન પ્રક્રિયા માટે ચૂંટણી પંચ દ્વારા તમામ વ્યવસ્થા કરવામાં આવી છે.
મધ્યપ્રદેશની તમામ 230 બેઠકો પર મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આજે સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે. બાલાઘાટ જિલ્લાની બૈહાર, લાંજી અને પરસવારા વિધાનસભા બેઠકો તેમજ મંડલા અને ડિંડોરી જિલ્લાના કેટલાક મતદાન મથકો પર બપોરે 3 વાગ્યા સુધી જ મતદાન થશે. 252 મહિલાઓ સહિત કુલ બે હજાર 533 ઉમેદવારો મેદાનમાં છે. રાજ્ય પોલીસના બે લાખ જવાનો સાથે કેન્દ્રીય ટીમોની 700 કંપનીઓ સુરક્ષા માટે તૈનાત કરવામાં આવી છે. મધ્યપ્રદેશમાં પ્રથમ વખત યુવાનોને 371 મતદાન મથકોની જવાબદારી સોંપવામાં આવી છે.
