Skip to main content
Settings Settings for Dark

ઉત્તર-પૂર્વીય અને હિમાલયના રાજ્યો માંથી ફળો અને શાકભાજીના હવા પરિવહન પર સરકાર આપશે 50 ટકા સબસીડી

Live TV

X
  • ફૂડ પ્રોસેસીંગ ઉદ્યોગ મંત્રાલયે ઉત્તર-પૂર્વીય અને હિમાલયના રાજ્યોથી હવાઈ પરિવહન પર 50 ટકા સબસિડી પૂરી પાડવાની જાહેરાત કરી છે. મંત્રાલયે જણાવ્યું હતું કે, આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત ઓપરેશન ગ્રીન્સ સ્કીમ ટોપ ટુ ટોટલ, ઉત્તર-પૂર્વીય અને હિમાલયના રાજ્યોમાંથી ભારતના કોઈ પણ અન્ય સ્થળ પર 41 સૂચિત ફળો અને શાકભાજીના પરિવહન માટે હવે 50 ટકા પરિવહન સબસિડી ઉપલબ્ધ કરવામાં આવશે. એરલાઇન્સ પરિવહન સબસીડી હવે સીધા સપ્લાયર, માલવાહક અથવા એજન્ટને પ્રત્યક્ષ કરાર કરાયેલા નૂર શુલ્કના ફક્ત 50 ટકા જ વસૂલ કરીને પૂરી પાડશે અને સબસિડી તરીકે બાકીની 50 ટકા રકમનો દાવો સીધા મંત્રાલય પાસેથી કરશે.

    આ યોજના હેઠળ ઉત્તર-પૂર્વના અરુણાચલ પ્રદેશ, આસામ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, સિક્કિમ અને ત્રિપુરા તેમજ હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને કેન્દ્રશાસિત પ્રદેશો જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના તમામ હવાઇમથકોનો સમાવેશ છે.

    અગાઉ આ વર્ષે 12 ઓક્ટોબરથી કિસાન રેલ યોજના માટે ઓપરેશન ગ્રીન્સ યોજના હેઠળ પરિવહન સબસિડી વિસ્તૃત કરવામાં આવી હતી. આ યોજના હેઠળ રેલવે સૂચિત ફળો અને શાકભાજી પર માત્ર 50 ટકા જ ભાડુ વસુલ કરવામાં આવે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
apply