પ્રધાનમંત્રી આજે જેએનયુ ખાતે વર્ચ્યુઅલ માધ્યમથી સ્વામી વિવેકાનંદની મૂર્તિનું અનાવરણ કરશે
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જવાહરલાલ યુનિર્વસીટી પરિસરમાં વિડિયો કોન્ફરન્સના માધ્યમથી સ્વામી વિવેકાનંદની પ્રતિમાનું અનાવરણ કરશે. આ અવસરે શિક્ષણમંત્રી પણ ઉપસ્થીત રહેશે. સ્વામી વિવેકાનંદના વિચાર અને દર્શન આજે પણ દેશના યુવાનોના પથ પ્રદર્શન કરે છે. દુનિયાભરમાં લાખો લોકોના પ્રેરણા સ્ત્રોત સ્વામી વિવેકાનંદ જેવી મહાન વિભૂતિનો જન્મ ભારતની ભૂમીમા થયો હતો. તેને લઇને દેશ પોતાને ગૌરાન્વીત સમજે છે. પ્રધાનમંત્રીનું હંમેશાથી કહેવું છે કે સ્વામી વિવેકાનંદના આદર્શ આજે પણ એટલા જ પ્રાસંગીક છે, જેટલો તેમનો જીવનકાળ. પ્રધાનમંત્રીએ મોટાભાગે એ વાત ઉપર ભાર મુક્યો છે કે જનતાની સેવા અને રાષ્ટ્રના યુવાનોને શસકત બનાવવા દેશને ભૌતીક, માનસીક અને આધ્યાત્મીક રૂપે મજબુત કરે છે. તેનાથી વૈશ્વીક સ્તરે દેશની છબી ઉભરે છે. ભારતની સમૃધ્ધી અને શક્તિ દેશની જનતામાં ઉભરે છે. તેવામાં તમામને શસકત બનાવવા અને રાષ્ટ્રને આત્મનિર્ભર ભારતનું લક્ષ્ય પ્રાપ્ત કરવાની દિશામાં આગળ લઇ જશે.
