Skip to main content
Settings Settings for Dark

ઉલ્ફા (I)ના અગ્રણી દ્રષ્ટિ રાજખોવાએ ચાર સાથી ઉગ્રવાદી સાથે કર્યું આત્મસમર્પણ

Live TV

X
  • ઉગ્રવાદી સંગઠન ઉલ્ફા(I)ના અગ્રણી દ્રષ્ટિ રાજખોવાએ ગત રાત્રે ભારતીય સેનાની ગુપ્તચર સંસ્થા સામે જથ્થાબંધ હથિયારો અને ચાર સાથીઓ સાથે આત્મસમર્પણ કર્યું હતું.

    ગત રાત્રે મેઘાલય, આસામ અને બાંગ્લાદેશ બોર્ડર ખાતે ભારતીય સૈન્યની ગુપ્તચર એજન્સીઓ દ્વારા ઝડપી અને સુઆયોજિત ઓપેરેશન દરમિયાન, ઉગ્રવાદી યુલ્ફા (I)ની અગ્રણી કર્નલ દ્રષ્ટિ રાજખોવાએ અને તેના ચાર સાથીઓએ જંગી હથિયારો સાથે આત્મસમર્પણ કર્યું હતું. 
    રક્ષા મંત્રાલયે કહ્યું કે, આ ઓપરેશન પુષ્ટિકારક અને સંપૂર્ણ ગુપ્ત માહિતી પર આધારિત હતું, જે છેલ્લા નવ મહિનામાં અવિરત મહેનતનું પરિણામ હતું.
    દ્રષ્ટિ રાજખોવા આસામના નીચેના ભાગમાં તેમની ઉગ્રવાદી પ્રવૃત્તિઓ માટે જવાબદાર યુલ્ફા બળવાખોરોની વોન્ટેડ સૂચિમાં સામેલ છે. દ્રષ્ટિ રાજખોવાની શરણાગતિ ભૂગર્ભ સંગઠનો માટે એક મોટો ફટકો છે અને આ પ્રદેશમાં શાંતિ સ્થાપવાની એક નવી પહેલ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
apply