Skip to main content
Settings Settings for Dark

COVISHIELD એ ક્લિનિકલ ટ્રાયલ્સના ત્રીજા તબક્કાની નોંધણી પૂર્ણ કરી

Live TV

X
  • કોવિડ -19ની સંભવિત રસી, COVISHIELD એ ત્રીજા તબક્કાની ક્લિનિકલ ટ્રાયલ્સની નોંધણી પૂર્ણ કરી લીધી છે. આ વાતની જાહેરાત ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર) અને સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (એસઆઈઆઈ) દ્વારા કરવામાં આવી છે.

    કોવિડ -19ની સંભવિત રસી, COVISHIELD એ ત્રીજા તબક્કાની ક્લિનિકલ ટ્રાયલ્સની નોંધણી પૂર્ણ કરી લીધી છે. આ વાતની જાહેરાત ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર) અને સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (એસઆઈઆઈ) દ્વારા કરવામાં આવી છે.

    આઇસીએમઆર COVISHIELDના ચાલી રહેલા ક્લિનિકલ ટ્રાયલના સંચાલન અને ફંડિંગ આપવામાં એસઆઈઆઈને સતત સહાય પૂરી પડી રહ્યું છે. તેઓ દેશભરના જુદા જુદા 15 કેન્દ્રો પર COVISHELDના ફેઝ 2 અને ફેઝ 3ના ક્લિનિકલ ટ્રાયલ્સ કરી રહ્યા છે. ગત મહિને બધા જ 1600 સહભાગીઓની નોંધણી પૂર્ણ થઈ હતી. આઈસીએમઆરના ડીજી, ડૉ. બલરામ ભાર્ગવએ જણાવ્યું હતું કે, ભારત વૈશ્વિક સ્તરે રસી વિકાસ અને નિર્માણમાં અગ્રણી ભૂમિકા નિભાવી રહ્યું છે. એસઆઈઆઈના સીઈઓ આદર પૂનાવાલાએ કહ્યું કે, આઈસીએમઆરએ કોવિડ-19 સામે ભારતની લડતને મજબૂત બનાવવામાં મોટો ભાગ ભજવ્યો છે.
    ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાઝેનેકાના માસ્ટર સીડ સાથે એસઆઈઆઈ પુનાની લેબોરેટરીમાં COVISHIELD વિકસિત કરવામાં આવી છે. બીજા અને ત્રીજા તબક્કાના ક્લિનિકલ ટ્રાયલ્સના આધારે, આઈસીએમઆરની મદદથી એસઆઈઆઈ ભારત માટે આ પ્રોડકટની વહેલી ઉપલબ્ધતા માટે કામ કરી રહી છે. એસઆઈઆઈ પહેલાથી જ આ રસીના 40 મિલિયન ડોઝનું ઉત્પાદન કરી ચૂક્યું છે.
    આઇસીએમઆર અને એસઆઈઆઈએ યુએસએના નોવાવેક્સ દ્વારા વિકસિત COVOVAXના ક્લિનિકલ વિકાસ માટે વધુ સહયોગ કરી રહ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
apply