Skip to main content
Settings Settings for Dark

ઉત્તર પ્રદેશના નોઈડામાં જેવર ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈન્ડિગો ફ્લાઈટનું પ્રથમ સફળ લેન્ડિંગ

Live TV

X
  • એપ્રિલ 2025માં એરપોર્ટના વ્યવસાયિક ઉદઘાટન પહેલા નોઇડા ઇન્ટરનેશનલ એરપોર્ટ માટે પ્રથમ ફ્લાઇટ માન્યતા પરીક્ષણ હાથ ધર્યું

    ઉત્તર પ્રદેશના જેવર ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ફ્લાઈટનું સફળ પરીક્ષણ લેન્ડિંગ થયું હતું. ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટ નંબર એ-320 નિયો, નોઈડા એરપોર્ટ પર તેનું પ્રથમ સફળ લેન્ડિંગ થયું. એરપોર્ટ પર પ્લેનનું વોટર કેનન સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. આ એરપોર્ટ એપ્રિલ 2025થી કોમર્શિયલ ફ્લાઈટ્સ માટે ખુલશે.

    નોઇડા ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (એનઆઈએએલ) એ એપ્રિલ 2025 માં એરપોર્ટના વ્યવસાયિક ઉદઘાટન પહેલા નોઇડા ઇન્ટરનેશનલ એરપોર્ટ માટે પ્રથમ ફ્લાઇટ માન્યતા પરીક્ષણ હાથ ધર્યું હતું, સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું. એનઆઈએએલ એ, આવતા વર્ષે 17 એપ્રિલ, 2025 ના રોજ એરપોર્ટના વ્યવસાયિક ઉદઘાટન પહેલાં આજે પ્રથમ ફ્લાઇટ માન્યતા પરીક્ષણ હાથ ધર્યું હતું.

    રાજધાની દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઈન્ડિગો એરલાઈન્સનું એક ટેસ્ટ એરક્રાફ્ટ, ટેકનિકલ મૂલ્યાંકન માટે નોઈડાના જેવર ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતર્યું હતું. આવતા વર્ષે એપ્રિલ 2025માં કોમર્શિયલ ફ્લાઇટ ઓપરેશન શરૂ કરતા પહેલા ટેક્નિકલ મૂલ્યાંકન માટે વિમાન જેવર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતર્યું હતું.

    અધિકારીઓએ જણાવ્યું કે, એરપોર્ટ પર સુરક્ષા સંબંધિત તમામ પરીક્ષણો પૂર્ણ થઈ ગયા છે. નવું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તેના ઉદ્ઘાટન માટે તૈયાર છે. એપ્રિલમાં સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બંને સ્થળો માટે લગભગ 30 ફ્લાઇટ્સ રવાના થવાની ધારણા છે. તેના પ્રથમ તબક્કામાં મુખ્ય સ્થાનિક શહેરોને જોડતી 25 ફ્લાઇટ્સ અને આંતરરાષ્ટ્રીય સ્થળો માટે ત્રણ ફ્લાઇટ્સ હશે. આ સિવાય બે ફ્લાઈટ્સ કાર્ગો સેવાઓ પર આધારિત હશે.

    નોંધનીય છે કે, નોઈડા એરપોર્ટ પર 3900 મીટર લાંબો અને 60 મીટર પહોળો પહેલો રનવે તૈયાર છે. રનવે પર માર્કિંગ અને લાઈટીંગનું કામ પૂર્ણ થઈ ગયું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
apply