Skip to main content
Settings Settings for Dark

ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદ, લખનઉમાં શાળાઓ બંધ, મુખ્યમંત્રી યોગી મુલાકાતે જશે

Live TV

X
  • ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદ પડી રહ્યો છે. છેલ્લા બે દિવસથી રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ ધોધમાર વરસાદ વરસ્યો છે, ત્યારે સોમવારે લખનઉમાં ધોરણ 12 સુધીની શાળાઓ બંધ રાખવામાં આવી છે. ગત શુક્રવારથી ઉત્તર પ્રદેશના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. શનિવારે દિવસભર વરસાદ પડ્યો અને રવિવારે વરસાદે ભયાનક સ્વરૂપ ધારણ કર્યું. 

    ભારે વરસાદના કારણે રાજ્યના 12 થી વધુ જિલ્લાઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. રાજ્ય સરકારે મંત્રીઓને પૂરગ્રસ્ત જિલ્લાઓની મુલાકાત લેવા સૂચના આપી હતી. રવિવારે તમામ મંત્રીઓ પૂરગ્રસ્ત જિલ્લાઓમાં પહોંચ્યા હતા. અધિકારીઓ સાથે પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી છે.

    રાજ્યની રાજધાની લખનઉમાં સતત વરસાદને ધ્યાનમાં રાખીને શાળાઓ પણ બંધ કરવામાં આવી છે. જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જારી કરાયેલા નિર્દેશોમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે, ધોરણ 01-12 સુધીની તમામ સરકારી અને ખાનગી શાળાઓ આજે બંધ રહેશે. જિલ્લા મેજિસ્ટ્રેટની સૂચના બાદ, શાળા મેનેજમેન્ટ દ્વારા શાળાઓમાં પહોંચેલા બાળકોને ઘરે પાછા મોકલવામાં આવી રહ્યા છે.

    બીજી તરફ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે પશ્ચિમ ઉત્તર પ્રદેશની મુલાકાતે જવાના છે. તેઓ સહારનપુર અને મેરઠ વિભાગની મુલાકાત લેશે. આ દરમિયાન, તેઓ અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ સાથે સમીક્ષા બેઠક કરશે અને પરિસ્થિતિનો તાગ મેળવશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
apply