ઉત્તર પ્રદેશ સરકાર સ્પેનમાં આંતરરાષ્ટ્રીય પ્રવાસન મેળામાં મહાકુંભનો પ્રચાર કરશે
Live TV
-
ઉત્તર પ્રદેશ સરકાર સ્પેનમાં આંતરરાષ્ટ્રીય પ્રવાસન મેળામાં મહાકુંભને પ્રોત્સાહન આપશે. પ્રવાસન મેળામાં મહાકુંભને સાંસ્કૃતિક વારસા તરીકે દર્શાવવામાં આવશે અને તેના આધ્યાત્મિક, ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્વ પર ભાર મૂકવામાં આવશે.
મહાકુંભની ભવ્યતા વધુ સુદ્રઢ બને તે માટે રાજ્યના પ્રવાસન વિભાગે તેને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રદર્શિત કરવાની યોજના તૈયાર કરી છે. આ ભવ્ય કાર્યક્રમ માટે વિશ્વભરના લોકોને આમંત્રિત કરવામાં આવશે અને ઉત્તર પ્રદેશના અન્ય પ્રવાસી આકર્ષણોને પણ પ્રમોટ કરવામાં આવશે.
મહાકુંભ અને ઉત્તર પ્રદેશના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને દર્શાવવા પ્રવાસન મેળામાં ભવ્ય પેવેલિયન બનાવવામાં આવશે. યજમાન દેશો અને પડોશી પ્રદેશોના ટુર ઓપરેટરો સહિત પ્રવાસન ક્ષેત્રના પ્રતિનિધિઓ સાથે પણ સંપર્ક સ્થાપિત કરવામાં આવશે.
