ઉપરાષ્ટ્રપતિએ કેશુભાઇ પટેલના અવસાન બદલ દુઃખની લાગણી વ્યક્ત કરી
Live TV
-
ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુએ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલના અવસાન બદલ શોક વ્યક્ત કર્યો છે. ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યુ કે “ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી કેશુભાઇ પટેલના અવસાનના સમાચાર ખૂબ દુ:ખદ છે.
તેઓ લોકપ્રિય નેતા હતા અને તેમણે પોતાનું સંપૂર્ણ જીવન ગરીબ અને પછાત લોકોની સેવામાં સમર્પિત કર્યું. ખેડૂત પરિવારમાંથી આવતા કેશુભાઇ હંમેશાં ખેડુતોના કાર્યોના સમર્થક રહ્યા હતા. તેમણે તેમના કલ્યાણ માટે સતત પ્રયાસ કર્યા અને કૃષિ ક્ષેત્રમાં સુધારા લાવવામાં ઊંડો રસ લીધો. ખેડુતો અને ગ્રામીણ ભારત તેમના હૃદયમાં ખૂબ ખાસ સ્થાન ધરાવતા હતા.નમ્ર પૃષ્ઠભૂમિમાંથી આવતા શ્રી કેશુભાઇ પટેલ તેમની મહેનત, વિનમ્ર સ્વભાવ, સરળતા અને અનુકરણીય નેતૃત્વને કારણે જ ગુજરાતના મુખ્યમંત્રી પદ સુધી પહોંચ્યા. મુખ્યમંત્રી તરીકે પણ તેઓ નમ્ર હતા અને દરેક જણ તેમનો સંપર્ક કરી શકે તેવી તેમની જીવન શૈલી હતી.
તેમનું અવસાન થવાથી રાષ્ટ્રએ એક મહાન નેતા ગુમાવ્યો છે. શોકગ્રસ્ત પરિવારના સભ્યો અને મિત્રો પ્રત્યે મારી સંવેદના.
