Skip to main content
Settings Settings for Dark

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે "મન કી બાત"ના 100 એપિસોડની ઉજવણી પ્રસંગે રાષ્ટ્રીય પરિસંવાદનું ઉદ્દઘાટન કર્યું

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રેડિયો કાર્યક્રમ "મન કી બાત"ના 100 એપિસોડની ઉજવણી પ્રસંગે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે રાષ્ટ્રીય પરિસંવાદનું ઉદ્દઘાટન કર્યું હતું. આ પ્રસંગે ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, મન કી બાત કાર્યક્રમ દેશના નૈતિક, સામાજીક મૂલ્યોનું પ્રતિબિંબ ઝીલનાર હોવાથી અમૃતકાળમાં દેશની પ્રગતિના સીમાચિન્હરુપ પુરવાર થશે. પ્રસારભારતીના CEOદ્વારા મન કી બાત કાર્યક્રમ અંગેના લખાયેલા પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત મન કી બાત કાર્યક્રમમાં પ્રસારિત થયેલ 100 પ્રેરણાદાયક પ્રસંગો જણાવતી કોફી ટેબલ બુકનું વિમોચન કર્યું હતું. 

    ઉદ્દઘાટન સત્રને સંબોધતા કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગસિંહ ઠાકુરે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોકોની લાગણીને સારી રીતે સમજી શકે છે. મન કી બાત કાર્યક્રમમાં નાગરીકોએ વિવિધ ક્ષેત્રે મેળવેલી સિદ્ધિઓ અંગે તેમણે જણાવ્યું હતું. આજ કારણ છે કે, પીએમ મોદી વિશ્વના સહુથી વધુ લોકપ્રિય નેતાઓમાં સ્થાન ધરાવે છે. 30મી એપ્રિલે મન કી બાત કાર્યક્રમનના 100 એપિસોડ પૂરા થશે. આ પ્રસંગે એક સ્મારક ટપાલ ટિકિટ અને સિક્કાનું અનાવરણ કરવામાં આવશે. 100મો એપિસોડ દેશના એક હજારથી વધુ વધુ રેડિયો સ્ટેશનો પર પ્રસારિત કરવામાં આવશે. તેમાં ખાનગી એફએમ સ્ટેશન, કોમ્યુનિટી રેડિયો અને વિવિધ ટીવી ચેનલોનો સમાવેશ થાય છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
apply