28 એપ્રિલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રેડિયો પ્રેમીઓને આપશે ભેટ
Live TV
-
રેડિયોની દુનિયાનો વિસ્તાર વધતા દેશના કેટલાક રાજયોમાં 28 એપ્રિલે 91 FM ટ્રાન્સમીટર લોન્ચ થવા જઈ રહ્યુ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશના હજારો રેડિયો પ્રેમીઓને એક યાદગાર ભેટ આપવા જઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, દેશના ખૂણે ખૂણે એર દ્વારા નવા ટ્રાન્સમીટર શરુ કરવામાં આવશે. ગુજરાતમાં પણ નવા ટ્રાન્સમીટર લોન્ચ થશે. જેમાં સુરેન્દ્રનગર, વેરાવળ, ખંભાળીયા, થરાદ, વલસાડ, બોટાદ, મોડાસા, દાહોદમાં શરૂ કરવામાં આવશે.
વર્ષ 1930થી ભારત સરકાર દ્વારા આકાશવાણીની શરૂઆત થઇ હતી. આ ઘટનાને આજે વર્ષોના વાણા વીતી ગયા છે, પરંતુ રેડિયોના ચાહકો દિવસેને દિવસે વધી રહ્યા છે. ત્યારે એર દ્વારા વધુ પાંખો ફેલાવામાં આવી રહી છે. રેડિયો સીલોનને ટક્કર આપવા જ ભારતમાં ‘વિવિધ ભારતી’ની શરૂઆત થઈ હતી. ગુજરાત રાજયમાં સૌ પ્રથમ વડોદરા ખાતે રાજવી ગાયકવાડ પરિવાર દ્વારા 1939માં રેડિયો સ્ટેશન શરૂ કરાયું. જે આઝાદી બાદ સરકારને સોપી દિધેલ 1949માં અમદાવાદમાં રેડિયો સ્ટેશન શુભારંભ કરાયો જ્યારે રાજયનાં ત્રીજા રેડિયો સ્ટેશનની 1955માં રાજકોટ કેન્દ્રની શરૂઆત થઈ.
