પંજાબના પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશસિંહ બાદલનું નિધન, પ્રધાનમંત્રીએ આપી શ્રદ્ધાંજલિ
Live TV
-
પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અને શિરોમણી અકાલીના પ્રમુખ પ્રકાશસિંહ બાદલનું ગઈકાલે મોહાલીમાં 95 વર્ષની ઉંમરે નિધન થયું. પ્રકાશસિંહ બાદલને એક સપ્તાહ પહેલાં શ્વાસ લેવામાં તકલીફ થતાં પંજાબની ફોર્ટીસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રકાશસિંહ બાદલને શ્રદ્ધાંજલિ આપવા ચંદીગઢ પહોંચ્યા હતા. તેમણે પ્રકાશસિંહના પાર્થિવ દેહના દર્શન કરી શ્રદ્ધાંજલિ અર્પી હતી. તેમજ રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મૂ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ સહિત અનેક નેતાઓએ શોક વ્યક્ત કર્યો છે. પંજાબના 5 વખત મુખ્યમંત્રી રહી ચૂક્યા પ્રકાશસિંહ બાદલના નિધન પર 2 દિવસનો રાષ્ટ્રીય શોક પણ જાહેર કરવામાં આવ્યો છે. આ દરમિયાન સમગ્ર રાજ્યમાં તમામ રાષ્ટ્રીય ઈમારતો પર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ લહેરાવવામાં આવશે. આ બે દિવસોમાં કોઈ સરકારી કાર્યક્રમ કે સત્તાવાર મનોરંજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે નહીં.
