પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એડવાન્ટેજ હેલ્થકેર ઇન્ડિયા 2023ની છઠ્ઠી આવૃત્તિનું વીડિયો કોન્ફરન્સીંગથી કર્યું ઉદ્ઘાટન
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એડવાન્ટેજ હેલ્થકેર ઇન્ડિયા 2023ની છઠ્ઠી આવૃત્તિનું વીડિયો કોન્ફરન્સીંગના માધ્યમથી ઉદ્ઘાટન કર્યું હતું. પ્રધાનમંત્રીએ સભાને સંબોધતા કહ્યું હતું કે, ભારત વન અર્થ-વન હેલ્થના વિઝન સાથે G20 પ્રેસિડન્સીની યાત્રા શરૂ કરી છે. અમે આ વિઝનને પરિપૂર્ણ કરવા માટે સ્થિતિસ્થાપક વૈશ્વિક આરોગ્ય પ્રણાલીના મહત્વને સમજીએ છીએ, તેમજ ભારતીય સ્વાસ્થ્ય સેવાએ દેશ-દુનિયાનો વિશ્વાસ જીત્યો છે. ભારતનું ધ્યેય માત્ર આપણા નાગરિકો માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે આરોગ્યસંભાળને સુલભ અને સસ્તું બનાવવાનું છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આયોજિત બે દિવસીય કાર્યક્રમના પ્રથમ દિવસે 10 દેશોના સ્વાસ્થ્ય મંત્રીઓ સહિત કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા, સિક્કિમના મુખ્યમંત્રી પ્રેમ સિંહ તમાંગ અને ત્રિપુરાના મુખ્યમંત્રી ડૉ. માણિક સાહા સહિત વરિષ્ઠ રાષ્ટ્રીય અને રાજ્યના ઉચ્ચ સ્તરીય નેતા ઉપસ્થિત રહ્યાં હતા.
