છત્તીસગઢના દંતેવાડામાં નકસલી હુમલામાં 11 જવાનો શહીદ
Live TV
-
છત્તીસગઢના દંતેવાડામાં નકસલી હુમલામાં 11 જવાનો શહીદ થયા હતા. દંતેવાડાના અરનપુરમાં ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ દળના વાહન પર IED હુમલો થયો હતો. શહીદ થયેલા જવાનોમાં 10 DRG સૈનિકો અને એક ડ્રાઈવરનો સમાવેશ થાય છે. આ મામલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તાત્કાલિક ધોરણે મુખ્યમંત્રી ભુપેશ બઘેલ સાથે વાતચીત કરી હતી અને તેમને શક્ય તેટલી મદદ કરવાનું આશ્વાસન આપ્યું હતું. દંતેવાડામાં નક્સલી હુમલા બાદ મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં હાઈએલર્ટ જારી કરાયું છે. સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને નક્સલ પ્રભાવિત વિસ્તારના તમામ પોઈન્ટને એલર્ટ કરાયા છે. તમામ સરહદી વિસ્તારોમાં એલર્ટ પણ જાહેર કરાયું છે. હુમલાને લઈને મુખ્યમંત્રી ભૂપેશ બધેલે જણાવ્યું હતું કે, નક્સલવાદીઓને બક્ષવામાં આવશે નહીં. આ ઘટના ખૂબ જ દુઃખદ છે. નક્સલવાદીઓ સામેની અમારી લડાઈ અંતિમ તબક્કામાં છે. આયોજનબદ્ધ રીતે નક્સલવાદને ધરમૂળથી ઉખેડી નાખવામાં આવશે. મળતી માહિતી મુજબ, આ હુમલા બાદ પોલીસે નક્સલવાદીઓને ઘેરી લીધા છે. બંને વચ્ચે એન્કાઉન્ટર હજુ પણ ચાલુ છે. માહિતી અનુસાર વધુ ફોર્સ બોલાવવામાં આવી છે.
