Skip to main content
Settings Settings for Dark

ઓપરેશન કાવેરી હેઠળ લગભગ 1100 ભારતીય નાગરિકોને સુદાનમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા

Live TV

X
  • ઓપરેશન કાવેરી હેઠળ લગભગ 1100 ભારતીય નાગરિકોને સુદાનમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. વિદેશ મંત્રાલયે માહિતી આપી છે કે, 128 ભારતીય નાગરિકોની છઠ્ઠી બેચ ગઈકાલે સુદાનથી રવાના થઈ હતી. આ સાથે સુદાન છોડનારા ભારતીય નાગરિકોની કુલ સંખ્યા લગભગ 1100 થઈ ગઈ છે. ભારતીય નૌકાદળના જહાજો અને ભારતીય વાયુસેનાના વિમાનો દ્વારા સંઘર્ષગ્રસ્ત આફ્રિકન દેશમાંથી ભારતીય નાગરિકોને બહાર કાઢવામાં આવ્યા હતા.

    વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરંદિમ બાગચીએ જણાવ્યું કે 128 મુસાફરો ગઈકાલે રાત્રે સુદાન પોર્ટથી એરફોર્સ એરક્રાફ્ટ C-130J મારફતે જેદ્દાહ જવા રવાના થયા હતા. અગાઉ સાંજે પોર્ટ સુદાનથી લગભગ પાંચસો ભારતીય નાગરિકો બે અલગ-અલગ બેચમાં જેદ્દાહ જવા રવાના થયા હતા. ભારતીય વાયુસેનાના એરક્રાફ્ટ C-130J દ્વારા પોર્ટ સુદાનથી 136 ભારતીય નાગરિકોની બીજી બેચ જેદ્દાહ પહોંચી હતી

    297 મુસાફરો પણ INS તેગ મારફતે સુદાન પોર્ટ પરથી ઉતર્યા હતા. કેન્દ્રીય વિદેશ રાજ્ય મંત્રી વી મુરલીધરને સુદાનમાંથી બહાર કાઢવામાં આવેલા ભારતીય નાગરિકોનું જેદ્દાહ એરપોર્ટ પર સ્વાગત કર્યું હતું. ગઈકાલે, ઓપરેશન કાવેરી હેઠળ સુદાનમાંથી બહાર કાઢવામાં આવેલા 360 ભારતીય નાગરિકો પ્રથમ ફ્લાઈટમાં નવી દિલ્હી પહોંચ્યા હતા. સુદાનમાં સેના અને અર્ધલશ્કરી દળો વચ્ચે અથડામણ ચાલુ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-07-2026 Max Temp : °C Min Temp : °C
apply