ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે આસામ સરકારના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારો અર્પણ કરશે
Live TV
-
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે આસામ સરકારના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારો- આસામ બૈભવ, આસામ સૌરભ અને આસામ ગૌરવ વિજેતાઓને પુરસ્કાર અર્પણ કરશે.
રાજ્ય સરકારે વિવિધ ક્ષેત્રોમાંથી પસંદ કરાયેલી 22 વ્યક્તિઓને તેમના સંબંધિત ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ પુરસ્કારો આપવાનું નક્કી કર્યું છે. ભારતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયામૂર્તિ રંજન ગોગોઈને રાજ્યનું મુખ્ય નાગરિક સન્માન આસામ બૈભવથી સન્માનિત કરાશે.
