આજે વિશ્વ રેડિયો દિવસ, વિવિધતાઓની ઊજવણી કરવા માટે રેડિયો એક ઉત્કૃષ્ટ માધ્યમ
Live TV
-
રેડિયોના અવાજમાં એક એવી દુનિયા છે, જેમાં કહાનીઓ છે, ગીત-સંગીત છે, નાટક અને રૂપક છે.
આજે વિશ્વ રેડિયો દિવસ ઊજવવામાં આવી રહી છે. 13 ફેબ્રુઆરી 1946ના રોજ અમેરિકામાં પહેલી વાર રેડિયો ટ્રાંસમિશનથી સંદેશ મોકલવામાં આવ્યો હતો અને સંયુક્ત રાષ્ટ્ર રેડિયોની શરૂઆત કરવામાં આવી હતી. માનવતાની તમામ વિવિધતાઓની ઊજવણી કરવા માટે રેડિયો એક શક્તિશાળી માધ્યમ છે અને લોકતાંત્રિક વિમર્શ માટે મંચનું નિર્માણ કરે છે. વર્ષ 1895માં માર્કોનીએ પહેલી વાર ઈટાલીમાં રેડિયો સિગ્નલ મોકલ્યો હતો, તે સમયે જ ઈતિહાસ અંકિત થઈ ગયો હતો. તે પછી નિરંતર પ્રગતિ થઈ રહી છે.
એક સમય એવો હતો જ્યારે રેડિયો પર બોલવામાં આવતું કે, ‘આ આકાશવાણી છે,’ ત્યારે તમામ લોકો રેડિયો સાંભળવા માટે એકદમ શાંત થઈ જતા અને ધ્યાનથી રેડિયો સાંભળતા હતા. પહેલા લગ્નમાં પણ રેડિયો ભેટ તરીકે આપવામાં આવતો હતો. જેના ઘરમાં રેડિયો હોય તેને ખૂબ જ પ્રભાવશાળી માનવામાં આવતા હતા. રેડિયો હંમેશા લોકોનો એક મિત્ર રહ્યો છે. રેડિયોના અવાજમાં એક એવી દુનિયા છે, જેમાં કહાનીઓ છે, ગીત-સંગીત છે, નાટક અને રૂપક છે.
