રાષ્ટ્રપતિ રેડિયો પ્રવાસ કાર્યક્રમમાં જીવનના અનુભવો શેર કરશે, ધરમપુરમાં શ્રીમદ રાજચંદ્ર મિશનની મુલાકાત લેશે
Live TV
-
આજે વિશ્વ રેડિયો દિવસ નિમિત્તે ઑલ ઈન્ડિયા રેડિયો રેઈન્બો પર સાંજે 7 વાગ્યે પ્રસારિત કરવામાં આવશે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાની સાથે નઈ સોચ, નઈ કહાની નામના રેડિયો પ્રવાસ કાર્યક્રમમાં તેમના જીવનના અનુભવો શેર કરશે. આ એક કલાકના કાર્યક્રમના અંતિમ એપિસોડમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે વાતચીત રેકોર્ડ કરવામાં આવશે. આજે વિશ્વ રેડિયો દિવસ નિમિત્તે ઓલ ઈન્ડિયા રેડિયો ગોલ્ડ પર સવારે 9 વાગ્યે અને ઑલ ઈન્ડિયા રેડિયો રેઈન્બો પર સાંજે 7 વાગ્યે પ્રસારિત કરવામાં આવશે. આ સંવાદ ઓલ ઈન્ડિયા રેડિયોના તમામ સોશિયલ મીડિયા માધ્યમો પર પણ ઉપલબ્ધ રહેશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ગુજરાતના વલસાડ જિલ્લાના ધરમપુરમાં શ્રીમદ રાજચંદ્ર મિશનની મુલાકાત લેશે. ધરમપુરમાં ગુજરાતના જનજાતીય સમૂહના સભ્યો સાથે વાતચીત કરશે.
રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ ગઈકાલે મોરબીમાં મહર્ષિ દયાનંદ સરસ્વતીની 200મી જન્મ જયંતિની ઊજવણીના ભાગરૂપે સ્મરણોત્સવ સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સમારોહ સ્થળ ખાતે નિર્મિત યજ્ઞશાળામાં વૈદિક મંત્રોચ્ચાર સાથે હવનકુંડમાં આહુતિ અર્પણ કરી સમસ્ત જીવોનું કલ્યાણ થાય તેવી મંગલકામના વ્યક્ત કરી હતી. ત્યારબાદ તેઓએ મહર્ષિ દયાનંદ સરસ્વતીના સ્મારક જ્ઞાન જ્યોતિ તીર્થનો શિલાન્યાસ કર્યો હતો. રાષ્ટ્રપતિએ સમારોહમાં સંબોધન કરતા કહ્યું કે, કાઠિયાવાડની ધરતીએ ભારતમાતાના સપુતોને જન્મ આપ્યો છે. ટંકારાની ભૂમિ પર પધારવું એ મારા માટે સૌભાગ્યની વાત છે.
