પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી UAEની બે દિવસીય સત્તાવાર મુલાકાતે, BAPS મંદિરનું ઉદ્ઘાટન કરશે
Live TV
-
બંન્ને દેશો વચ્ચે મજબૂત દ્રિપક્ષીય વ્યાપાર વર્તમાનમાં 20 બિલિયન ડોલરનું છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી UAEની બે દિવસીય સત્તાવાર મુલાકાતે જશે. પ્રધાનમંત્રી દુબઈમાં યોજાનાર વિશ્વ શિખર સમેલનમાં સન્માનિત અતિથિ તરીકે ભાગ લેશે અને સંબોધન કરશે. PM મોદી UAEના પ્રમુખ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન સાથે બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત કરવા અને પરસ્પર હિતના ક્ષેત્રીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર દ્વિપક્ષીય વાતચીત કરશે. તેઓ યુએઈના ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને સંરક્ષણ મંત્રીને પણ મળશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અબુધાબીમાં પ્રથમ BAPS હિન્દુ મંદિરનું ઉદઘાટન કરશે. ઝાયેદ સ્પોર્ટ્સ સિટી ખાતે આયોજિત કાર્યક્રમમાં ભારતીય સમુદાયને સંબોધિત કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કતારની રાજધાની દોહાની પણ મુલાકાતે જશે. કતારમાં શેખ તમીમ બિન હમદની સાથે દ્રિપક્ષીય બેઠક કરશે. બંન્ને દેશો વચ્ચે મજબૂત દ્રિપક્ષીય વ્યાપાર વર્તમાનમાં 20 બિલિયન ડોલરનું છે.
છેલ્લા આઠ મહિનામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને UAEના રાષ્ટ્રપતિ વચ્ચેની આ પાંચમી મુલાકાત હશે. વિદેશ સચિવ વિનય મોહન ક્વાત્રાએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી UAEના ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને સંરક્ષણ મંત્રી સાથે પણ મુલાકાત કરશે અને દુબઈમાં આયોજિત વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટ 2024માં ભાગ લેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્વામિનારાયણ સંપ્રદાયના BAPS મંદિરનું ઉદ્ઘાટન કરશે.
