એપ્રિલ-2022થી જાન્યુઆરી-2023 દરમિયાન કૃષિ નિકાસ 43 અબજ ડોલરથી વધુ રહી
Live TV
-
દેશના કૃષિ નિકાસમાં એપ્રિલ, 2022થી જાન્યુઆરી, 2023 દરમિયાન, અગાઉના નાણાકીય વર્ષના સમાન સમયગાળાની તુલનામાં છ ટકાથી વધુનો વધારો નોંધાયો છે. આ સમયગાળા દરમિયાન કૃષિ નિકાસ 43 અબજ ડોલરથી વધુ રહી છે. વાણિજ્ય અને ઉદ્યોગ રાજ્ય મંત્રી અનુપ્રિયા પટેલે ગઈકાલે લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં આ મુજબ જણાવતા ઉમેર્યું કે , કૃષિ નિકાસમાં વધારો ખેડૂતોની આવક પર હકારાત્મક અસર કરે છે.
ખેડૂતોને નિકાસનો લાભ મળે તે સુનિશ્ચિત કરવા ખેડૂત ઉત્પાદક સંગઠનો અને સહકારી સંસ્થાઓના નિકાસકારો સાથે સીધા સંપર્ક માટે પ્લેટફોર્મ પૂરું પાડવા સરકારે ફાર્મર કનેક્ટ પોર્ટલ શરૂ કર્યું છે. મંત્રીએ કહ્યું કે, કેન્દ્ર સરકારે કૃષિ નિકાસને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય અને જિલ્લા સ્તરે અનેક પગલાં લીધા છે.
