કેન્દ્રીય મંત્રી અમિત શાહ અને આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા આજે ઉત્તરાખંડની 2 દિવસની મુલાકાતે
Live TV
-
કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ આજે હરિદ્વારની મુલાકાતે જશે. તેઓ હરિદ્વાર ખાતે પતંજલિ યુનિવર્સિટીના ઉદઘાટન સહિત વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે. સહકારી મંત્રી ડૉ. ધનસિંહ રાવતે જણાવ્યું કે, ગૃહમંત્રી સહકારી વિભાગની વિવિધ યોજનાઓનો પ્રારંભ કરાવશે તથા રાજ્યની બહુહેતુક સોસાયટીઓના કોમ્પ્યૂટરરાઈઝેશનું પણ ઉદઘાટન કરશે. તેઓ બહુહેતુક સોસાયટીઓમાં જન સુવિધા કેન્દ્રો અને જન ઔષધિ કેન્દ્રોનો પ્રારંભ કરાવશે. તેઓ ગુરુકુળ કાંગરી યુનિવર્સિટીના પ્રથમ દિક્ષાંત સમારોહમાં પણ સહભાગી થશે. શાહની મુલાકાતના પગલે સઘન સુરક્ષા બંદોબસ્ત કરાયા છે.
કેન્દ્રિય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા આજે ઉત્તરાખંડની બે દિવસીય મુલાકાતે જશે. તેઓ દહેરાદૂન અને ચમોલી જિલ્લાની મુલાકાત લેશે. માંડવિયા માલારી ગામના લોકો અને જન પ્રતિનિધિઓ સાથે વાઈબ્રન્ટ વિલેજ કાર્યક્રમ અંતર્ગત વિવિધ મુદ્દે વાતચીત કરશે. તેઓ આવતીકાલે દહેરાદૂન આરોગ્ય વિભાગની વિવિધ યોજનાઓનો શિલાન્યાસ કરશે.
