Skip to main content
Settings Settings for Dark

દેશમાં કોરોનાના કેસ વધ્યા, કુલ 13,509 એક્ટિવ કેસ

Live TV

X
  •  દેશમાં ફરી એક વાર કોરોના માથું ઊંચકી રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના નવા 3 હજાર 16 કેસ નોંધાયા છે જ્યારે 1 હજાર 396 લોકો સાજા થયા છે. જ્યારે દેશમાં કોરોનાના 13 હજાર 509 એક્ટિવ કેસ છે. અત્યાર સુધી દેશમાં 92.14 કરોડ ટેસ્ટ કરવામાં આવ્યા છે. આમાંથી છેલ્લા 24 કલાકમાં 1 લાખ 10 હજાર 522 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. બીજી તરફ દિલ્હી અને મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે.. તેના કારણે દિલ્હીમાં આરોગ્ય મંત્રીએ આરોગ્ય વિભાગની બેઠક બોલાવી છે. જ્યારે દિલ્હીના હોસ્પિટલ્સમાં તૈયારીની સમીક્ષા કરાશે.

    રાજ્યમાં ફરી એક વખત કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. ગત છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 401 કેસ નોંધાયા હતા.. ગઇકાલે 241 દર્દી સાજા થયા હતા. આ સાથે રાજ્યમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 2,136 થઈ છે. કોરોનાના કેસની વિગતે વાત કરીએ તો સૌથી વધુ 144 કેસ અમદાવાદમાં નોંધાયા હતા. તો સુરત 45, અને રાજકોટમાં 42, વડોદરમાં 43, ગાંધીનગરમાં 12, અમરેલીમાં 14  કેસ નોંધાયા છે.. તો રાજ્યમાં ગઇકાલે સાંજ સુધીમાં 704 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું.
               

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
apply