Skip to main content
Settings Settings for Dark

કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ 2 દિવસના ઉત્તરાખંડના પ્રવાસે

Live TV

X
  • કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહે હરિદ્વારની ગુરુકુલ કાંગરી ડીમ્ડ યુનિવર્સિટીના 113મા દીક્ષાંત સમારોહમાં આપી હાજરી

    કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ 2 દિવસના ઉત્તરાખંડના પ્રવાસે છે. આજે તેમણે હરિદ્વારની ગુરુકુલ કાંગરી ડીમ્ડ યુનિવર્સિટીના 113મા દીક્ષાંત સમારોહમાં હાજરી આપી હતી. આ ઉપરાંત સહકારિતા વિભાગની વિવિધ યોજનાઓની સમીક્ષા અને ઉદ્ઘાટન કર્યું હતું. આ કાર્યક્રમને સંબોધતા ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, સ્વામી શ્રદ્ધાનંદજીએ 100 વર્ષ પહેલાં ગુરુકુલ કાંગરીના રૂપમાં એક વિશાળ વટવૃક્ષનો પાયો નાખ્યો હતો, જે આજે સમગ્ર વિશ્વને પોતાનો પડછાયો આપી રહ્યું છે. સાથે જ તેઓએ ઋષિકુલ મેદાન ખાતે ઉત્તરાખંડની બહુહેતુક સહકારી સમિતિઓના સંપૂર્ણ રીતે કોમ્પ્યુટરાઈઝેશન સહિત વિવિધ કાર્યોનો શુભારંભ કરાવ્યો હતો. વધુમાં ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, ઉત્તરાખંડની ભાજપ સરકારે 17 મહિનાની અંદર રાજ્યના તમામ 670 પીએસીનું કોમ્પ્યુટરાઇઝેશન પૂર્ણ કર્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
apply