Skip to main content
Settings Settings for Dark

ઓટીટી અને ડિઝીટલ મીડિયા માટે કેન્દ્ર સરકારે નવા દિશા નિર્દેશો જાહેર કર્યાં

Live TV

X
  • ઓટીટી પ્લેટફોર્મ ઉપર રજૂ  થતાં કાર્યક્રમોમાં આચારસંહિતા જળવાઈ રહે તે માટે કેન્દ્ર સરકારે નવા દિશા નિર્દેશો જાહેર કર્યા હતા. કેન્દ્રીય સંચાર અને કાયદામંત્રી રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે ભારતીયો મોટી સંખ્યામાં સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરી રહ્યાં છે ત્યારે તેના માટે ઉચિત નિયમો જરૂરી છે. આ નિયમો અતંર્ગત ફેસબુક, ટ્વિટર જેવા પ્લેટફોર્મ તેમજ ઓટીટી પ્લેટફોર્મ માટે હવે ત્રણ સ્તરીય વ્યવસ્થા  U, UA7  અને UA  13મુજબ રજૂ  કરવામાં આવશે. મહિલાઓને લગતા અભદ્ર કનેટન્ટની ફરિયાદ મળતાં આ કન્ટેન્ટને 24 કલાકમાં દૂર કરવું પડશે. સોશ્યિલ મીડિયામાં ફેક ન્યૂજની  ભરમાર હોય છે અને સરકારને આ અંગે ઘણી ફરિયાદો મળતી હોય છે. જેનું નિવારણ લાવવું જરૂરી છે. ભારતમાં વેપાર કરવા માટે સોશ્યિલ મીડિયાનું સ્વાગત છે પરંતુ, સોશિલય મીડિયાએ સેલ્પ રેગ્યુલેશન રાખવું જરૂરી છે. તો સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે હવે દર્શકોની ઉંમર પ્રમાણે  કન્ટેન્ટ હોય તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. આ માટે ઓટીટી પ્લેટફોર્મના હિતધારકો માટે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply