ઓડિશા ફાનીગ્રસ્ત વિસ્તારોમાં પુનઃવર્સનની કામગીરી બની ઝડપી
Live TV
-
ઓડિશામાં ચક્રવાત ફોનીની ઝપટમાં આવેલા જગન્નાથ પુરી , ખુરદા, જગતસી પુર, જાસ પુર , અને અન્ય વિસ્તારોમાં , રાહત અને બચાવ કાર્ય યુદ્ધના ધોરણે , ચાલી રહ્યા છે. રાજ્યના ત્રણ પ્રભાવ ગ્રસ્ત જિલ્લામાં વિજળી પુરવઠો શરૂ કરાયો છે. જગન્નાથ પુરીના કેટલાક વિસ્તારોમાં સંચાર સુવિધા બહાલ થતા મોબાઈલ નેટવર્ક શરૂ થયું હતું.
પુરીમાં વાવા ઝોડામાં એક લાખ 56 હજાર વિજળીના થાંભલા ઉખડી ગયા હતા. રાજ્યના ઉર્જા સચિવ હેમંત શર્માના જણાવ્યા અનુસાર, ભુવનેશ્વરમાં આજે સાંજે વિજળી પુરવઠો શરૂ થશે. રાજ્ય સરકારે ચક્રવાતમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારને બે-બે લાખ રૂપિયાની રકમ અને ઈજાગ્રસ્તને 50 હજાર આપવાની જાહેરાત કરી છે.
દરમિયાન નુકસાનને ધ્યાનમાં રાખીને પટા કુરા વિધાનસભા ક્ષેત્રની ચૂંટણી બે મહિના સ્થગીત કરી દેવાઈ છે. ગઈકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અસરગ્રસ્ત વિસ્તારનું હવાઈ નિરિક્ષણ કર્યું હતું. તેમણે રાહત બચાવ કામગીરીની સમીક્ષા કરી હતી. તેમણે વિપરીત સ્થિતિમાં કામગીરી કરવા બદલ કેન્દ્ર અને રાજ્ય સરકારની પ્રશંસા કરી હતી અને રાજ્ય માટે 1 હજાર કરોડ સહાય રકમની જાહેરાત કરી હતી.
