હવે ઉત્તરપ્રદેશમાં પણ સંભળાશે ગીરના સિંહની ગર્જના, ઝૂ ઑથોરિટીએ આપી મંજૂરી
Live TV
-
સૌરાષ્ટ્રની શાન ગણાતા જૂનાગઢ સક્કરબાગ ઝૂમાંથી ગીરના 8 સિંહોને ઉત્તરપ્રદેશના ગોરખપુરમાં નવા બની રહેલા ઝૂમાં મોકલવામાં આવશે, જે માટે સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ મંજૂરી આપી છે. 8 સિંહોમાંથી બે નર અને છ સિંહણનો સમાવેશ થાય છે.
ટૂંક સમયમાં આ સિંહોને ગોરખપુર વિમાન મારફતે લઈ જવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં શહીદ અશફાક ઉલ્લાહ ખાં પ્રાણી સંગ્રહાલયનું નિર્માણ થઇ રહ્યું છે. તો બીજી તરફ ગોરખપુર ઝુ તરફથી ભારતીય ગેંડાની જોડી તેમજ વિવિધ પ્રકારના પીજન્ટની જોડીઓ સક્કરબાગ ઝૂને આપવામાં આવશે.
