EVM મામલે 21 વિપક્ષી દળોને SCનો ઝટકો, પુનઃવિચારની અરજી ફગાવી
Live TV
-
સુપ્રિમ કોર્ટે વિપક્ષને મોટો ઝટકો આપ્યો છે. વીવીપેટ માંથી નીકળતી 50 ટકા પરચીને EVM સાથે મેળવણી કરવાની, પુનઃવિચાર અરજીને નામંજૂર કરવામાં આવી છે. આ અરજી ચંદ્રાબાબુ નાયડુ, ફારૂખ અબ્દુલ્લા, ડી.રાજા અને આપના સાંસદ અજય સિંહ દ્વારા દાખલ કરવામાં આવી હતી. અદાલતે કહ્યું છે કે આ અરજી ઉપર પુનઃવિચાર કરવામાં આવશે નહીં.
સુપ્રિમ કોર્ટમાં 21 વિપક્ષી નેતા દ્વારા આ અરજી દાખલ કરવામાં આવી હતી. સુપ્રિમ કોર્ટે કહ્યું હતું કે એક વિધાનસભા માંથી પાંચ બુથના વીવીપેટ મશીનની પરચીની EVM સાથે ચકાસણી થશે. જો કે વિપક્ષને સંતોષ ન થતાં તેમણે વિધાનસભામાં 50 ટકા બુથની ચકાસણી માટે અરજી દાખલ કરી હતી. તે અરજીની સુનાવણી કરતા અદાલતે કહ્યું કે આ અરજીમાં પુનઃ વિચારની જરૂર નથી.
