Skip to main content
Settings Settings for Dark

ઓડ-ઇવન સિસ્ટમને લઈને સુપ્રીમ કોર્ટ દ્વારા દિલ્હી સરકારને ફટકાર

Live TV

X
  • દેશના અનેક રાજ્યોમાં વાયુ પ્રદૂષણનો મુદ્દો ગંભીર બન્યો છે, ત્યારે કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગ દ્વારા રાજ્યો માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જયારે દિલ્હીમાં ઓડ-ઇવન સિસ્ટમને લઈને સુપ્રીમ કોર્ટ દ્વારા દિલ્હી સરકારને ફટકાર લગાવવામાં આવી છે અને ઓડ-ઇવન સિસ્ટમના મુદ્દે દિલ્હી સરકારને નિર્ણય લેવા જણાવ્યું છે.

    આ દરમિયાનમાં દિલ્હી સરકાર દ્વારા દિવાળીના તહેવારોને અનુલક્ષીને ઓડ-ઇવન સિસ્ટમને મુલતવી રાખી છે. દિલ્હી સરકાર દ્વારા વાયુ પ્રદૂષણને લઈને 13 થી 20 નવેમ્બર સુધી ઓડ-ઇવન સિસ્ટમ લાગુ કરવામાં આવનાર હતી.  

    દિલ્હી અને એનસીઆરમાં ગઈકાલે સાંજથી વરસાદ વરસી રહ્યો છે. વરસાદ પડવાથી દિલ્હીની હવાના પ્રદૂષણની ગુણવત્તામાં સામાન્ય સુધારો જોવા મળ્યો છે. બીજી તરફ, વરસાદ બાદ ઠંડી વધવાની પણ શક્યતા દેખાઈ રહી છે. જયારે જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં હિમ વર્ષા થઇ છે.

    દિલ્હી હવામાન વિભાગના પ્રાદેશિક કેન્દ્રોએ અગાઉ મધ્યમથી હળવા વરસાદની આગાહી કરાઈ હતી. આ દરમિયાનમાં હવામાન વિભાગ દ્વારા દક્ષિણ પશ્ચિમ દિલ્હી અને NCRમાં વિવિધ સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ હતી.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply